News of Saturday, 8th March 2025
ગેરકાયદેસર માટી ખનન પર પ્રાંત અધિકારીની લાલ આંખ:ચિત્રાવાડીની સિમમાં ગેરકાયદેસર માટી ખનન પર છાપો મારી જેસીબી અને ડમ્પર જપ્ત કરાયુ
અગાઉ પણ પ્રાંત અધિકારી કિશનદાસ ગઢવીએ રેતી ભરેલા હાઇવા ટ્રકો ઝડપી કાયદેસર પગલા લીધા હતા

( ભરત શાહ દ્વારા )નર્મદા :રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર રેતી અને માટી ખનનનો વેપલો મોટાપાયે ચાલી રહ્યો છે જેમાં તંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારી, કર્મચારીઓની મિલીભગત પણ હોવાની બૂમ સંભળાઈ હતી અને ખુદ સંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ પણ આ માટે વારંવાર તંત્રને ટકોર કરી ખનીજ ચોરી અટકાવવા સૂચના આપી હોવા છતાં હપ્તા ખાતા કેટલાક સરકારી બાબુઓની રહેમ નજર હેઠળ હજુ આ વેપલો બંધ થતો નથી તેવી વાત સંભળાઈ છે ત્યારે હાલમાં નાંદોદ તાલુકાના ચિત્રાવાડી ગામની સીમમાં ગેરકાયદેસર માટીનું ખોદકામ થતું હોવાની માહિતી પ્રાંત અધિકારી કિશનદાસ ગઢવીને મળતા પ્રાંત અને તેમની ટીમે આ જગ્યા પર છાપો મારતા ત્યાં માટી ખનન ચાલતું હતું જેને અટકાવી સ્થળ ઉપરથી એક જેસીબી અને એક ડમ્પર જપ્ત કર્યું હતું. જોકે માટી ખનન કે રેતીનો ગેરકાયદેસર અને ઓવરલોડ ધંધો કરતા તત્વો હજુ સક્રિય છે, થોડાક દિવસ પહેલા પણ પ્રાંત અધિકારી એ રેતી ભરેલા હાઇવા ટ્રકો જપ્ત કરી કાર્યવાહી કરી હતી. આમ પ્રાંત અધિકારીની લાલ આંખના કારણે ખનીજ ચોરો માં ફફડાટ જરૂર જોવા મળ્યો છે.
(10:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
