<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાઓનો વાસ થાય છે:શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ રાજપીપળામાં વુમન્સ ડે ની ઉજવણી

(ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળાની શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજમાં અધ્યાપન કાર્ય કરાવતા તેમજ સહકર્મીઓ બહેનોનો આજના આંતરાષ્ટ્રીય વુમન્સ ડે નિમિત્તે સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ મહિલા સહકર્મીઓ ના સહકાર અને પરિશ્રમ વડે જ આજે કોલેજ એક પછી એક સિદ્ધિના શિખરો પાર કરી રહી છે. એથી જ કોલેજના એકાઉન્ટન્સીના અધ્યાપિકા કિંજલબેન ત્રિવેદી, ઇકોનોમિક્સના પ્રાધ્યાપક હીનાબેન માલી, વાણિજ્ય સંચાલનના અધ્યાપિકા ક્રિષ્નાબેન પટેલ, ભગિની સંસ્થાના પ્રા. મનિષાબેન વસાવા, પ્રા. માયાબેન ચૌધરી અને વર્ગ ૪ ના કર્મચારી લક્ષ્મીબેન નું પુષ્પગુચ્છ આપી મો મીઠું કરાવી સન્માન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય ડો.હિતેશ ગાંધી, પ્રા. હાફિસ કુરેશી,  અજયભાઈ વસાવા, હિરાજભાઈ વસાવા, નટુભાઈ ચાવડા અને વર્ગ-૪ ના  કોન્ટ્રાક્ટરના કર્મચારી રાવજીભાઈ દ્વારા કોલેજની સહકર્મચારીણી બહેનોનું મહિલા દિવસે  સન્માન કરાયું હતું , અને શાસ્ત્રના વાક્યો કે જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાઓનો વાસ થાય છે તેને સાર્થક બનાવ્યું હતું


 

(10:35 PM IST)