News of Saturday, 8th March 2025
સરકારી વિનિયન કોલેજ ડેડીયાપાડાની જમીન પચાવી પાડનાર ત્રણ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ
ફરિયાદ કરનાર આચાર્ય એ અવાર નવાર જમીન ખાલી કરવા જણાવવા છતા નહીં ખાલી કરી જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપી હતી

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં આવેલી સરકારી વિનિયન કોલેજની જમીન ગેરકાયદેસર પચાવી પાડનાર ત્રણ સામે લેન્ડ ગ્રેબિંગ નો ગુનો દાખલ થયો છે
પ્રાપ્ત વિગતો અનુસાર સરકારી વિનિયન અને વિજ્ઞાન કોલેજ, દેડિયાપાડાના આચાર્ય અનિલાબેન ઝીફભાઇ નગીનભાઇ પટેલનાઓ એ આપેલી ફરિયાદ મુજબ (૧) મનુબેન મીરાભાઇ વસાવા (૨) તારાબેન મનસુખભાઈ વસાવા (૩) બશોકભાઈ મનસુખભાઇ વસાવા (ત્રણેય રહે.ટેકક્સ ફળીયુ. કેડીયાપાડા, તા.ડેડીયાપાડા, જી. નર્મદા )નાઓએ સરકારી વિનિયન કોલેજ ડેડીયાપાડા સર્વે નં. પર (નવો સર્વે નંબર ૧૬૭) ક્ષેત્રફળ હે.૧૫૦-૭૦ વાળી જમીનમાં તથા દક્ષિણ દિશામાં સર્વે નં. ૫૧ ( નવો ૧૬૮) ક્ષેત્રફળ ૦-૫૦-૯૯ હે, આરે.ચોમી જમીનમાં ૨૦ ગુંઠા જેટલી જમીન તા.૨૭/૦૩/૨૦૨૩ થી આજદિન સુધી આ જમીનમાં કબ્જો કરી દબાણ કરેલ હોય જે જમીન પરત સોંપવા માટે ફરિયાદી એ અવાર નવાર જણાવવા છતા જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપી આજદિન સુધી આ જમીનમાં ગેરકાયદેસર દબાણ કરી કબ્જો કરેલ જમીન પરત નહીં આપી સરકારી વિનિયન કોલેજ ડેડીયાપાડાની જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડી કબ્જો જમાવી ગુનો કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
