<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

તિલકવાડા તાલુકાના નમારીયા ગામમાં મહિલા ની છેડતી કરી ધમકી આપનાર પાડોસી વિરુદ્ધ ગુનો દાખલ

તારા ભાયડાથી કંઇ થતું નથી, તારા ભાઈને પણ બોલાવ મને કોઈનો ડર લાગતો નથી, પોલીસ કેસ કરવો હોય તો પણ કરી દેજે તેવી ધમકી આપી:સામા પક્ષે ફરિયાદ કરતા પોલીસે ક્રોસ ફરિયાદમાં કુલ સાત વિરુદ્ધ રાયોટિંગનો ગુનો દાખલ કર્યો

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના નામરિયા ગામમાં પાડોશી એ મહિલાની છેડતી કરતા ફરિયાદ નોંધાઈ છે

  પ્રાપ્ત વિગતો અનુસાર નમારિયા ગામમાં રહેતા એક મહિલા એ આપેલી ફરિયાદ મુજબ તેઓની ઘરની બાજુમાં રહેતા વીપીનભાઈ હીરાભાઈ બારીયા દ્વારા તેઓના ઘરે ઘઉં ચાળવા માટેની ચાયણી લેવા માટે એકાદ વરસ પહેલા ગયેલ તે સમયે બિપીનભાઇ ના પત્નિ બહાર ગામ ગયેલા હોય જેની ફરીયાદીબેનને માહીતી ન હોય તે સમયે બિપીનભાઇ ઘરે એકલા જ હોય ફરીયાદીબેનનો એકલતાનો લાભ લઇ આબરૂ લેવા માટે  એક કિસ કરવા દે તેવું જણાવતા ફરીયાદીબેને ગર્ભીત રીતે અસ્વિકાર કરી ચાયણી લીધા વગર ઘરેથી ભાગી આવી ફરીયાદી ઇજ્જત જાય તેમ સમજી આ વાતની કોઈને જાણ કરેલ ન હોય અને ફરીયાદીબેન દ્વારા બિપીનભાઇની જાતિય માંગણીનો અસ્વિકારને લઇને ફરીયાદીબેન તેના ઘરના વાડા પાછળ કામ કરવા માટે નીકળતા ત્યારે બિપીનભાઇ ફરીયાદીબેનનો પીછો કરી પોતાના વાડામાં આંટાફેરા મારી ફરીયાદીબેન ની પજવણી કરી ત્યારબાદ હાલમાં બે દિવસ પર સાંજના સમયે ફરીયાદીબેન વાડામાં પોતુ સુકવતા હતા ત્યારે વિપિનએ કહ્યું કે તારા ભાયડાથી કંઇ થતું નથી અને તારા પિયરમાંથી ભાઈને પણ બોલાવ મને કોઈનો ડર લાગતો નથી અને પોલીસ કેસ કરવો હોય તો પણ કરી દેજે પણ હું તને વધારે હેરાન કરીશ તેમ જણાવતા બીજા દિવસે ફરીયાદીબેને પોતાના ભાઈને ફોન કરીને જાણ કરતા ફરીના ભાઈ માતા-પિતા સાથે આવતા બિપીનભાઇ ફરી.ને મારવા માટે ઘરમાથી પાળીયું લઇ આવતા ફરી.ના ભાઈએ પકડી લેતા આરોપીએ ફરી.ના ભાઈ સાથે ઝપાઝપી મુઢ મારમારી ગુનો કરતા તિલકવાડા પોલીસે વિપિન બારિયા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
જ્યારે સામા પક્ષે બિપીનભાઇ હીરાભાઈ બારિયાએ ફરિયાદ આપી જણાવ્યું હતું કે (૧) વિપીનભાઈ ગોપાલભાઈ બારીયા(૨) ગોપાલભાઈ છગનભાઈ બારીયા (બન્ને રહે.ખુનવાડ તા.સંખેડા જી.છોટાઉદેપુર)(૩) ઠાકોરભાઇ હિરાભાઇ બારીયા(૪) ઉમાકાંતભાઇ હિરાભાઈ બારીયા આરોપી ૩.૪( રહે. ખુનઃવાડ તા. સંખેડા જી.છોટાઉદેપુર) (૫) નીરૂબેન ઠાકોરભાઈ બારીયા( રહે નમારીયા તા.તિલકવાડા જી.નર્મદા) (5) મંજુલાબેન ગોપાલભાઈ બારીયા (રહે.ખુનવાડ તા.સંખેડા જી. છોટાઉદેપુર) (૭) કલ્પનાબેન ઉમાકાંતભાઈ બારીયા( રહે નમારીયા તા.તિલકવાડા જી.નર્મદા) નાઓ પૈકી નીરૂબેન ઠાકોરભાઈ હીરાભાઈ બારીયા એ આબરૂ લેવાનો ખોટો આરોપ મુકી આ બધા એકસંપ થઈ ગેર કાયદેસર મંડળી રચી તેમના વાડા પાછળના ભાગે આવી વાડા પાછળના ભાગે આવેલ પતરાની અડાળીની લોખંડની એંગલ સાથે બાંધી દઈ બિપીનભાઇ ને તમાચાઓ તથા ઢીકાપાટુ માર માર મારી ઇજા કરી ગુનો કરતા પોલીસે આ ફરિયાદ માં કુલ સાત વિરુદ્ધ રાયોટિંગ નો ગુનો દાખલ કર્યો છે

(10:40 PM IST)