News of Monday, 10th March 2025
ગુજરાતને ત્રાહિમામ્ પોકરાવનાર સિકલીગર ગેંગના ૧૭ સામે ગુજસીટોક પહેલા પોલિસે ૧ માસ સુધી હોમ વર્ક કરેલઃ નરસિંહમાં કોમાર
૧૧ દિવસની રિમાન્ડ દરમિયાન બેનામી મિલકતો શોધી તે જપ્ત કરવાની કાર્યવાહી પણ અમારી ટીમ દ્વારા થશેઃ વડોદરા પોલીસ કમિશનર વાયરલ ઘટનાની ભીતરી કથા અકિલા સમક્ષ વર્ણવે છે એડી.સીપી લીના પાટીલ, ડીસીપી યુવરાજસિંહ જાડેજા, ડીસીપી પન્ના મોમૈયા, એસીપી હરપાલસિંહ રાઠોડ, એસીપી જી.બી. બાંભણિયા, પીઆઇ આર. જે. જાડેજા, પીઆઇ એચ.ડી. તુવર ટીમનાનાં માર્ગદર્શનમાં પીએસઆઈ પી. એમ. ધાકડા અને સ્ટાફ વિગેરેની કાબીલેદાદ કામગીરી

રાજકોટ, તા.૧૦: ગુજરાતભરમાં ૨૬૩ થી વધુ ગુન્હાઓ જેમના નામ પર બોલે છે, અને ૧૯ ,૧૯ વર્ષથી હાહાકાર મચાવનાર ખૂંખાર સિકલીગર ગેંગના ૧૭ ગેંગસ્ટરો સામે ગુજરાતમાં પ્રથમ વખત ગુજસીટોક હેઠળ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પોલીસ કમિશનર નરસિંહમાં કોમારની સૂચના અંતર્ગત ગુજસિટોક હેઠળ કાર્યવાહી કરતા સન્નાટો મચી ગયો છે.
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ૧૯ પૈકી ૧૦ આરોપી તો પોલીસ કમિશનરનાં માર્ગદર્શન નીચે પકડી લીધાનું ડીસીપી પન્ના મોમૈયા જણાવે છે. ઉકત બાબતે અકિલા સાથેની વાતચીતમાં વડોદરા પોલીસ કમિશનરે નરસિંહમાં કોમારે જણાવેલ કે, ગેંગના ત્રાસથી રાજ્ય ભરના લોકો ખૂબ ત્રાહિમામ્ પોકારી ઊઠયા હતા પરંતુ આ ગેંગ ખૂબ ખૂંખાર અને ઝનૂની હોવાથી લોકો ફરિયાદ કરતા ડરી રહી હોવાનું ધ્યાને આવતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની અમારી ટીમ દ્વારા એક માસથી આ ગેંગની જન્મકુંડળી મેળવવા એક્ટિવ બની હતી. આ દરમિયાન તમામની ઓળખ મેળવી કોણે કેટલા ગુન્હા કર્યા તે તમામ વિગતો ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા એકઠી કરી લીધા પછી આ ધડાકો કરતા લોકોમાં હર્ષ છવાયા સાથે સતત અભિનંદન વર્ષી રહ્યા છે.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
