<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

હેલ્‍મેટ ફરજિયાત માટે ફરી કવાયતઃ કડક અમલીકરણ માટે સૂચના

પોલીસે કામગીરીની આંકડાકીય વિગતો મેઈલ કરવી પડશે : ગુજરાતમાં અકસ્‍માત થવાના કારણે વર્ષ ૨૦૨૩માં કુલ ૭,૮૫૪ તથા વર્ષ ૨૦૨૪માં કુલ ૭,૫૪૨ લોકો મૃત્‍યુ પામેલ, જેમાં ૩૫% જેટલા લોકોના મૃત્‍યુ હેલ્‍મેટ ન પહેરવાને કારણે થયા

અમદાવાદ, તા.૧૦: દ્વીચક્રી વાહનો પર હેલ્‍મેટ ફરજિયાત માટે ફરી ગળહ વિભાગે કવાયત શરૂ કરી છે. શહેરી વિસ્‍તારોમાં અને હાઈવે પર હેલ્‍મેટ માટે કડક અમલિકરણ માટે સૂચના આપવામાં આવી છે. ટ્રાફિક જવાનોને સાથે રાખી ડ્રાઈવ તથા સીસીટીવીના માધ્‍યમનો ઉપયોગ કરવા પણ કડક સૂચના આપવામાં આવી છે. અત્રે જણાવીએ કે, હેલ્‍મેટ ને લગતી ડ્રાઈવની સૂચના ન પાલન બાદ કામગીરીની વિગતો રજૂ કરવા સૂચના કર્યું છે.

રાજ્‍ય પોલીસ વડા વિકાસ સહાયએ એક પરિપત્રમાં જણાવ્‍યું છે કે, રાજયમાં છેલ્લા બે વર્ષ દરમિયાન માર્ગ પર અકસ્‍માત થવાના કારણે વર્ષ ૨૦૨૩માં કુલ ૭,૮૫૪ તથા વર્ષ ૨૦૨૪માં કુલ ૭,૫૪૨ લોકો મળત્‍યુ પામેલ, જેમાં ૩૫% જેટલા લોકોના મળત્‍યુ હેલ્‍મેટ ન પહેરવાને કારણે થયા હતા. આ ઉપરાંત કુલ જીવ ગુમાવનારમાંથી ૨૫% જેટલા વ્‍યકિતઓ ૨૬ વર્ષની નીચેની વયના હોય છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. આ વયજુથમાં મુખ્‍યત્‍વે શૈક્ષણિક સંસ્‍થાઓમાં અભ્‍યાસ કરતાં વિદ્યાર્થીઓ સહિતના વ્‍યકિતઓ હોય છે. માર્ગ સુરક્ષા આજના સમયમાં અત્‍યંત મહત્‍વપૂર્ણ મુદ્દો છે. હેલ્‍મેટ પહેરવું એ એક સરળ પરંતુ અત્‍યંત અસરકારક પગલુ છે. હેલ્‍મેટનો ઉપયોગ કરવાથી માથાના ભાગે ઘાતક ઇજાના જોખમને ઘટાડી શકાય છે. જે ગંભીર ઇજાઓને રોકી શકવામાં મદદરૂપ થાય છે અને જીવ બચાવવામાં મહત્‍વનો ભાગ ભજવે છે.

પરિપત્રમાં વધુમાં જણાવ્‍યું છે કે, મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ની કલમ ૧૨૯ મુજબ દ્વિ-ચક્રીય વાહન ચાલક તેમજ પાછળ બેસનાર વ્‍યકિતએ હેલ્‍મેટ પહેરવું ફરજીયાત છે. (૧ ) ટ્રાફિક નિયમોનું કડક અમલીકરણ સુનિશ્‍ચિત કરવા માટે આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ અને ટેકનોલોજી ટુલ્‍સનો ઉપયોગ વધારવો અને તેનો ઉપયોગ કરી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોને ઇ-ચલણ ઇસ્‍યુ કરવાની પ્રક્રિયા સઘન બનાવવા માટે શહેર/જીલ્લાઓ ખાતે આધુનિક સાધનોનો ઉપયોગ CCTV કેમેરા સ્‍પીડગન ઇન્‍ટરસેપ્‍ટર વાન ચાર શહેરો ખાતે POS મશીન VOC એપ. વિગેરેના માધ્‍યમથી ટ્રાફિક નિયમોનું કડક અમલીકરણ માટે કામગીરી વધુ સઘન બનાવવી. (૨) દ્વિ-ચક્રીય વાહનનો ઉપયોગ કરનાર તમામ સરકારી અને ખાનગી કચેરીઓમાં તેમજ જાહેર જનતામાં Helmet Ruleનું કડક અમલીકરણ થાય તે માટે ટ્રાફિક પોલીસ ડીપ્‍લોયમેન્‍ટ કરી અસરકારક અમલવારી કરાવવા શહેર/જીલ્લાના વડાશ્રી મારફત જરૂરી આયોજન સુનિશ્‍ચિત કરવું. હેલ્‍મેટના અમલવારી અંગે કરેલ કામગીરીની આંકડાકીય વિગતો નમુના પત્રક મુજબ દર સોમવારે સવારના કલાકઃ ૦૮.૦૦ વાગ્‍યા સુધીમાં એસ.ટી.બી. કચેરીના ઇ-મેઇલ ઉપર મોકલી આપવી.

(4:08 PM IST)