<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

ધોરણ 10 બોર્ડની પરીક્ષા પૂર્ણ :કાલથી પેપર તપાસવાની કામગીરી થશે શરૂ

સંસ્કૃતના પેપરની સાથે આજે પરીક્ષાની પૂર્ણાહુતિ: ગત 27 ફેબ્રુઆરીએ પરીક્ષાનો થયો હતો પ્રારંભ

અમદાવાદ : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ છે. સંસ્કૃતના પેપરની સાથે આજે પરીક્ષાની પૂર્ણાહુતિ થવા પામી છે. ગત 27 ફેબ્રુઆરીએ પરીક્ષાનો પ્રારંભ થયો હતો.. પરીક્ષા પૂર્ણ થયાના બીજા જ દિવસથી, એટલે કે 11 માર્ચથી જ પેપર તપાસવાની કામગીરી શરૂ થશે,. આવતીકાલથી બોર્ડ પરીક્ષા પેપર તપાસવાની કામગીરી શરૂ થશે. દર વર્ષ કરતા આ વર્ષે બે અઠવાડિયા વહેલા બોર્ડની પરીક્ષા લેવાઈ છે.

(8:38 PM IST)