તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th March 2025
હોળીના તહેવારને લઈ ST નિગમનો મહત્વનો નિર્ણય વતન જતા લોકો માટે 1200 એકસ્ટ્રા બસો દોડાવાશે
ગત વર્ષે 1000 બસો વધારાની ફાળવાઇ હતી જેમાં 6500 જેટલી ટ્રીપનું આયોજન કરાયું હતું

અમદાવાદ : હોળી ધુળેટીના પર્વને લઇ ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તહેવારને ધ્યાને લઈ શ્રમયોગીઓને તેઓના વતન તરફ જવા માટે વિવિધ જિલ્લાઓમાં એસ.ટી. વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ સંચાલન કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ગત વર્ષે 1000 બસો વધારાની ફાળવવામાં આવી હતી. જેમાં 6500 જેટલી ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ વખતે પણ 1200 જેટલી એકસ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું હોવાની માહિતી એસટી નિગમના પીઆરઓ આર ડી ગલચરે આપી હતી.
(10:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
