News of Monday, 10th March 2025
ધંધુકાની હોસ્ટેલમાં સગીર વિદ્યાર્થી સાથે સહ વિદ્યાર્થીઓનું દુષ્કૃત્ય
વિદ્યાર્થીના ગુપ્ત ભાગમાં લાકડી નાખવાનો પ્રયાસ પણ કરાયો હતોઃઆ મામલે પોલીસને જાણ થતાં પોલીસે પોક્સો, આઇટી અને બીએનએસ એક્ટ અંતર્ગત ગુનો નોધી તપાસ હાથ ધરી છે

અમદાવાદ,તા.૧૦
ભાવનગરમાં મેડિકલ કોલેજમાં જુનિયરનું રેગિંગ થવાની ઘટના તાજી છે ત્યાં હવે ધંધુકામાં સગીર વિદ્યાર્થી સાથે દુષ્કૃત્ય કરાયુ હોવાની ઘટના બનવા પામી છે. ધંધુકાના એક ગામની એક હોસ્ટેલમાં સગીર વિદ્યાર્થી સાથે સહ વિદ્યાર્થીઓ દ્વારા દુષ્કૃત્ય કરતો વીડિયો વાયરલ થયો હતો. આ મામલે પોલીસને જાણ થતાં પોલીસે પોક્સો, આઇટી અને બીએનએસ એક્ટ અંતર્ગત ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
ધંધુકામાં આવેલા એક ગામની એક હોસ્ટેલમાં કેટલાક વિદ્યાર્થીઓ એક સગીર વિદ્યાર્થીને રૃમમાં બંધ કરીને નગ્ન અવસ્થામાં માર મારતા હતા. આટલું જ નહીં, આ સહ વિદ્યાર્થીઓ દ્વારા સગીર વિદ્યાર્થીના ગુપ્ત ભાગમાં લાકડી નાખવાનો પ્રયાસ પણ કરાયો હતો. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકની શાળાની હોસ્ટેલના બનાવનો વીડિયો વાયરલ થતાં શિક્ષણ વિભાગે સમગ્ર મામલે તાત્કાલિક કાર્યવાહી શરૃ કરી હતી. બીજીબાજુ આ મામલે ગ્રામ્ય પોલીસને જાણ થતાં પોલીસે તપાસ કરતા પ્રાથમિક તપાસમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકની શાળા હોવાનું જણાયું હતું. બીજીબાજુ હોસ્ટેલમાં બનેલા જાતીય સતામણીના આ બનાવને લઇને ધંધુકા પોલીસે પોક્સો પોક્સો, આઇટી અને બીએનએસ એક્ટ અંતર્ગત ગુનો નોધ્યો છે. પોલીસે ધો.૧૧ અને ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વીડિયો બનાવનાર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. આગામી સમયમાં હોસ્ટેલના સત્તાધિશોની પૂછપરછ કરી અન્ય કોઈ વિદ્યાર્થીઓ સાથે જાતીય સતામણીહોસ્ટેલમાં બનેલી આ ઘટનાને લઇને ભોગ બનનારના પક્ષના લોકો શનિવાર રાતથી પોલીસસ્ટેશન આવ્યા હતા. પોલીસે બેસાડી રાખીને ફરિયાદ નોંધવામાં વિલંબ કર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. જ્યારે પોલીસ આક્ષેપિત વ્યક્તિઓને લઇને આવી ત્યારે ભોગ બનનાર વિદ્યાર્થીના વાલીઓ વિફર્યા હતા. ધંધુકા ઇન્સપેક્ટર રમેશ ગોજિયાની હાજરીમાં જ લોકોએ ઘર્ષણ કરીને પોલીસ સ્ટાફ સાથે ઝપાઝપી કરીને રોષ ઠાલવ્યો હતો. આ ગંભીર ઘટનામાં ગુનો નોંધી તપાસ શરૃ કરવામાં આવી છે. અહીંના સીસીટીવી સહિતના કોઇ પણ પુરાવા સત્તાધીશોએ ડિલિટ કર્યા હશે કે અન્ય કોઇ રોલ હશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
