News of Monday, 10th March 2025
પાદરાના એક ગામમાં અસ્થિર મગજની યુવતી સાથે દુષ્કર્મ
યુવતી માનસિક રીતે અસ્થિર હોવાને કારણે તે આ ઘટનાને સારી રીતે સમજી શકતી ન હતી

વડોદરા,તા.૧૦
વડોદરા જિલ્લાના પાદરા પાસેના એક ગામમાં એકલતાનો લાભ લઈને અસ્થિર મગજની ૨૨ વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ આચરાયું હોવાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. ફરિયાદ મળતા જ વડુ પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું અને માત્ર ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પીડિત યુવતી તેના પિતા સાથે ગામમાં એકલા રહેતી હતી. રોજિંદા કામકાજ મુજબ, યુવતીના પિતા રાત્રે ૧૧ઃ૩૦ વાગ્યા આસપાસ ખેતી કામ માટે ખેતરમાં ગયા હતા. તે દરમિયાન, પાડોશમાં રહેતા ઝાકીર કેસરીસિંહ મલેક (ઉ.વ.૨૫) એ યુવતીના એકલતાનો લાભ ઉઠાવતા ઘરમાં ઘૂસી ગયો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. યુવતી માનસિક રીતે અસ્થિર હોવાને કારણે તે આ ઘટનાને સારી રીતે સમજી શકતી ન હતી. જોકે, તેના પિતાને જાણ થતા તેમણે તાત્કાલિક વડુ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
ફરિયાદ મળતા જ વડુ ઈનચાર્જ પી આઈ કે ડી ભરવાડ અને ટીમે તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવતીનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું હતું. ટેકનિકલ પુરાવા, સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક તપાસના આધારે આરોપી ઝાકીરને ઝડપથી પકડી પાડવામાં આવ્યો હતો. અને ગુનાહિત ધાર દુષ્કર્મ ધારા અને POSCO એક્ટ અંતર્ગત કાર્યવાહી કરીને આરોપીને સીધા જેલહવાલે કરવામાં આવ્યો છે.આ ગંભીર ઘટનાને લઈ ગામમાં ભારે રોષ વ્યાપી ગયો છે. સ્થાનિક લોકો અને ગ્રામજનો દ્વારા આરોપીને કડકથી કડક સજા આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરતા લોકોએ રાહત અનુભવ્યો છે, અને આ પ્રકારની ઘટનાઓ સામે સખત પગલાં લેવાય તે જરૃરી છે. જે બાબતે વધુ તપાસ ચાલી રહી છે, અને પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી છે.
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
