<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

રાજપીપળા સોનીવાડમાં ત્રણ માળનું મકાન તૂટી પડતા બાઇકનો કચ્ચરઘાણ, પિતા, પુત્રીનો આબાદ બચાવ

સામે રહેતા શિક્ષકની બાઇક પોતાના આંગણામાં મૂકી હતી તેની ઉપર મકાનનો કાટમાળ પડતા બાઇક દબાઈ ગઈ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળા સોનીવાડ માં આવેલા વાઘેશ્વરી માતાના મંદિર સામેની ગલીમાં આવેલું એક ત્રણ માળનું મકાન રવિવારે રાત્રે અચાનક તૂટી પડતા સામે રહેતા પ્રણવભાઈ ભરતભાઈ મકવાણાના આંગણામાં મુકેલ તેમની હોન્ડા બાઇક નંબર GJ .17 AP. 1524 નો ખુરદો બોલાઈ ગયો, પાણીની લાઇન, કેબલ લાઇન તૂટી ગઈ હતી જોકે સામે રહેતા પ્રણવ મકવાણા એ પિતાના આંગણામાં મૂકેલી તેમની બાઇક મકાન તૂટતા કાટમાળ નીચે દબાઈ ગઈ હતી, પ્રણવભાઈ ને અણસાર આવતા તેઓ તેમની બાઇક હટાવવા જતા હતા ત્યારે તેમની દીકરી પણ સાથે હતી પરંતુ અચાનક મકાન તૂટતા તેઓ તેમની દીકરી સાથે ઘર માં જતા રહેતા બંને નો આબાદ બચાવ થયો હતો.

જોકે તૂટી પડેલા આ બંને મકાનના માલિકો છેલ્લા લગભગ વીસેક વર્ષ થી રાજપીપળાની બહાર રહે છે. ત્યારે મકાન માલિકને આ બાબતની જાણ કરી છે અને રાજપીપળા પોલીસ પણ ઘટના સ્થળે આવી નિરીક્ષણ કરી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું.
  અત્રે ઉલ્લેખનીય છેકે રાજપીપળા શહેર માં આવા જર્જરિત અનેક મકાનો છે અને નગરપાલિકા દ્વારા મકાન માલિકો ને મકાન ઉતારી લેવા નોટીસો પણ અપાઈ છે છતાં અન્ય શહેરો માં રહેતા મકાન માલિકો આ ગંભીર બાબતે ધ્યાન નહી આપતા હોય ક્યારેક મોટી દુર્ઘટના બની શકે તેમ છે.

(11:32 PM IST)