<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

દારૂ પી વાહન ચલાવતા ચાલકો ચેતી જજો:નર્મદા પોલીસે રવિવારે ૧૭ વાહન ચાલકોને કેફી પીણું પી વાહન હંકારતા ઝડપી ગુના દાખલ કર્યા

રાજપીપળા, આમલેથા, તિલકવાડા, એકતાનગર, દેડિયાપાડા અને સાગબારા પોલીસે વાહન ચેકીંગમાં ૧૭ ચાલકોને પકડી ગુના નોંધ્યા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનો દ્વારા દરરોજ વાહન ચેકીંગ કરવામાં આવે છે જેમાં કેટલાક વાહન ચાલકો દારૂ ના નશામાં કે અન્ય કેફી પીણું પી વાહન હંકારતા હોય જેમાં પોતાને અને અન્ય વાહન ચાલક ને પણ જીવનું જોખમ હોય માટે આવા લોકોને પોલીસ ચેકીંગ દરમિયા પકડી ગુના દાખલ કરે છે જેમાં રવિવારે અલગ અલગ પોલીસ મથકના ચેકીંગમાં કુલ ૧૭ જેટલા વાહન ચાલકો કેફી પીણું પી વાહન હંકારતા ઝડપાઈ ગયા હતા

    મળતી માહિતી અનુસાર રવિવારે દિવસ દરમિયાન રાજપીપળા, આમલેથા, તિલકવાડા, એકતાનગર, દેડિયાપાડા અને સાગબારા પોલીસ માણસો વાહન ચેકીંગ માં હતા તે દરમિયાન કુલ ૧૭ જેટલા ટુ વ્હીલ અને ફોર વ્હીલ ના ચાલકો કે જેઓ કેફી પીણું પી વાહન ચલાવતા હતા અને પોલીસે ચેકીંગ દરમિયાન પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી છે.

(11:33 PM IST)