હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રમઝાન માસ અને ધુળેટી તહેવારઃ જોજો અસામાજિક તત્વોઃ વાતાવરણ ન બગાડે : વિકાસ સહાય
રાજયના મુખ્ય પોલીસ વડા દ્વારા તમામ સીપી/રેન્જ વડા/જિલ્લા પોલીસ વડાઓને તાકીદના આદેશઃ પોલીસ તંત્ર એલર્ટ મોડમાં : અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, વડોદરા સીપી નરસિંહમાં કોમાર અને રાજકોટ સીપી બ્રજેશ ઝા દ્વારા ગોઠવાયેલ લોખંડી બંદોબસ્ત આ પ્રકારે છે : ભૂતકાળમાં નાના બનાવોથી પ્રગટેલ હોળી, ઉત્સાહ અને ઉમંગનાં રંગ લોહિયાળ બન્યાનાં : અનુભવ આધારે અનુભવી આઇપીએસ વડાઓ કોઈ જોખમ લેવા માગતા નથી

રાજકોટ, તા. ૧૧: રમઝાન માસની સાથેજ આનંદ અને ઉત્સાહનાં પર્વ ધુળેટી શુક્રવારનાં રોજ હોવાથી આ પર્વની ઉજવણી દરમિયાન શાંતિ અને કાયદો વ્યવસ્થાની સુદ્રઢ સ્થિતિ જળવાઈ રહે તેવા આદેશ રાજ્યના મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આપવામાં આવતા જ રાજ્યના મહાનગરો અને વિવિધ શહેર જિલ્લાઓમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવવા તડામાર તૈયારીઓ ચાલી રહ્યાનું સૂત્રો જણાવે છે.
ભૂતકાળમાં ધાર્મિક તહેવારો પ્રસંગે જે રીતે અનિચ્છનીય ઘટનાઓ બની હતી તે ધ્યાને રાખવા સાથે ધાર્મિક શોભાયાત્રા સમયે જે માહોલ ખરાબ થયેલ તે બાબત કેન્દ્રમાં રાખી આ આદેશ આપવામાં આવ્યો છે, તેમ મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા જણાવ્યું છે.
અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક ડીસીપી ક્રાઇમ, સ્પેશ્યલ બ્રાન્ચ વડા સહિત ફરજ બજાવી ચૂકયા હોવાથી કર્ણાવતી નગરીની ઇતિહાસ ભૂગોળ તાસીરથી વાકેફ હોવાથી તેઓ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ વડા શરદ સિંઘલ, ડીસીપી અજિત રાંજિયાણ,સેકટર વડા નીરજ બડગુજ્જર, જયપાલસિંહ રાઠોડ સહિત તમામ ડીસીપીઓને પોતાના વિસ્તારમાં એલર્ટ રહેવા સાથે, સામાંજીક તાણાવાણા જાળવવા સ્પેશ્યલ બ્રાન્ચ વડા વિધિ ચોધરી ટીમને જવાબદારી સુપ્રત કરી છે.
સુરતની કોમી સંવેદનશીલતા ધ્યાને રાખી પોલીસ આઇબી વડા તરીકેનાં અનુભવ આધારે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા તાકીદની બેઠક યોજી રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ, લુખ્ખા તત્વો અને અડપલાં કરવા માટે જાણીતા તત્વો પર માર્કર, પેટ્રોલીંગ કરવા માટે સેકટર વડાઓ સાથે ક્રાઇમ, sog, pcb વિગેરેને પણ બાજ નજર રાખવા સૂચવ્યું છે.
ભૂતકાળમાં નાની નાની વાતે જયા છમકલાં થતાં તેવા વડોદરા શહેરમાં પોલીસ કમિશ્નર નરસિંહમાં કોમાર કે જેવો આખા રાજ્યની લો એન્ડ ઓર્ડર જાળવવા રણનીતિ ત્યાર કરવા જાણીતા આઇપીએસ હોય તેવો દ્વારા ધુળેટી દરમિયાન વિવિધ વિસ્તારોમાં અને ખાસ કરી કુ વિખ્યાત વિસ્તારોમાં બાઇક શ્વાર, જીપ વિગેરે દ્વારા સતત પેટ્રોલિંગ ચાલુ કરાવી સમાયનતરે દરેક વિસ્તારની ઓલ્સ વેલ્સ મેળવાઈ રહી છે.
૨૫ વર્ષની પોલીસ કારકિર્દી ધરાવતા રાજકોટના પોલીસ કમીશનર બ્રજેશ ઝા દ્વારા પણ આગોતરું આયોજન ગીઠવાયું છે. શહેરના વિવિધ વિસ્તારોનાં પીઆઇ દ્વારા ફૂટ પેટ્રોલીંગ,વિવિધ નામચીન લોકો રહે છે તેવા વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ ટીમને વિશેષ જવાબદારી સુપ્રત કરી છે. એડી સીપી મહેન્દ્ર બગડિયા, ડીસીપી જગદીશ બા ગરવા, ડીસીપી સજ્જનસિંહ પરમાર ટીમ સતત એલર્ટ બની છે.(૬.ર)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
