હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગરમીનો પ્રકોપઃ આજે નવ જિલ્લાઓમાં હીટવેવની ચેતવણી
આજે-કાલે સૂર્યદેવનો મિજાજ ગરમ રહેશે, બે દિવસ બાદ તાપમાન સામાન્ય ઘટશેઃ હવામાનખાતું કચ્છ, મોરબી, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, પોરબંદર, જુનાગઢ અને સુરત જિલ્લામાં રેડએલર્ટ

અમદાવાદ ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતના દિવસોમાં જ તાપમાનનો પારો ઊંચો આવી ગયો છે. ગુજરાતીઓ ગરમીમાં શેકાઈ રહ્યા છે.
ત્યારે ગુજરાતમાં હજી બે દિવસ તાપમાન ઊંચુ રહેશે તે અંગેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે બાદ ફરીથી તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી નીચો જાય તેવી આશંકા છે.
ત્યારે આજે એટલે કે, ૧૧મી માર્ચ મંગળવારે નવ જિલ્લામાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. એટલે આજે સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવી છે.
હવામાન વિભાગે રાજયમાં આજે ૧૧ માર્ચે નવ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
જયારે ૧૨ માર્ચે કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ અને બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જે બાદ તાપમાન નીચે જાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે.
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી સાથે ગરમ અને ભેજયુક્ત હવામાનની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી ૨-૩ દિવસ તાપમાનનો પારો ૪૦-૪૨ ડિગ્રી રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે કચ્છ-સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં હીટવેવની આગાહી છે.
જેમાં કચ્છ, મોરબી, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને સુરત જિલ્લામાં હીટવેવની ચેતવણીને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાનની આગાહી છે.
૧૨ માર્ચની આગાહી જોઈએ તો, રાજયમાં આગામી બે દિવસ ગરમીનો પારો ઊંચકાવવાની સંભાવના છે. ત્યારે રાજયના ચાર જિલ્લામાં હીટવેવની ચેતવણીને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જેમાં બનાસકાંઠા, રાજકોટ, કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવની આગાહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
