<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર: અમદાવાદ સહિત 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ

હવામાન વિભાગે ભારે ગરીમીની આગાહી કરી:આજે અમદાવાદ, સુરત, રાજકોટ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, જૂનાગઢ અને પોરબંદરમાં રેડ એલર્ટ

અમદાવાદ : હોળી પછી ગુજરાતમાં ગરમી વધે છે પરંતુ આ વખતે હવામાન વિભાગે હોળી પહેલા જ ગરમી માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા આજે 9 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, જૂનાગઢ અને પોરબંદરનો સમાવેશ થાય છે. સોમવારે મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી નોંધાયું હતું. આજે ગરમીનું રેડ એલર્ટ અને બુધવારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સોમવારે રાજ્યમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન ભુજ શહેરમાં નોંધાયું હતું.

 

હવામાન વિભાગ દ્વારા આજે આજે અમદાવાદ સહિત 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ,ગાંધીનગર, જુનાગઢ, પોરબંદર, મોરબી, રાજકોટ, સુરતમાં રેડ એલર્ટ અપાયું છે. 11 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું છે. જેમાં ભુજમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 40.4 ડિગ્રી, ગાંધીનગરમાં 40.4 ડિગ્રી, રાજકોટમાં 41.7 ડિગ્રી, કંડલા 39.6 ડિગ્રી, ડીસા 39.1 ડિગ્રી ,વલ્લભ વિદ્યાનગર 40.9 ડિગ્રી, વડોદરા 39.8 ડિગ્રી, સુરત 41.8 ડિગ્રી, અમરેલી 40 ડિગ્રી,ભાવનગર 39.2 ડિગ્રી, દ્વારકા 33.6 ડિગ્રી, ઓખા 31 ડિગ્રી, પોરબંદર 39.2 ડિગ્રી, વેરાવળ 36.9 ડિગ્રી, નલિયામાં 40.2 ડિગ્રી, સુરેન્દ્રનગર 41.7 ડિગ્રી, મહુવા 40.4 ડિગ્રી, કેશોદ 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

 

(11:46 AM IST)