હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કાલે સાબરમતી આશ્રમથી શરૂ થશે દાંડી સાયકલ યાત્રા: 1600 જેટલા યુવાનો જોડાશે
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સત્યાગ્રહ અને અહિંસાનો સંદેશ જન.. જન..સુધી પહોંચાડવા સાબરમતી આશ્રમથી આવતીકાલે દાંડી સાઇકલ યાત્રાનો પ્રારંભ થશે

અમદાવાદ :રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીનો સંદેશ જન.. જન સુધી પહોંચાડી જાગૃતિ લાવવાના સંદેશ આવતીકાલથી સાબરમતી ગાંધી આશ્રમથી દાંડી સાયકલ યાત્રાની શરૂ આત થશે. 12 માર્ચથી 4 એપ્રિલ સુધી દાંડી સાયકલ યાત્રા યોજાશે. ગુજરાત પ્રવાસન અને ગ્રીન રાઇડર્સ ક્લબના નેજા હેઠળ દાંડી સાયકલ યાત્રા યોજાશે. 12 માર્ચ બુધવાર સવારે 7 કલાકે દાંડી સાઇકલ યાત્રા ગાંધી આંશ્રમથી ગુજરાત વિધાપીઠ સવારે પહોંચશે. વિધાપીઠમાં દાંડી સાયકલ વીરોનું સ્વાગત કરી દાંડી રૂટ પર જ સાઇકલ યાત્રા પસાર થશે.
આયોજકોએ સાઈકલ વીરોનાં ગ્રુપ પાડ્યા મુજબ યાત્રા 4 એપ્રિલ સુધી યોજાશે. પૂજ્ય ગાંધીનો સંદેશ આપતા કાર્યક્રમ યાત્રા દરમ્યાન ખાસ રાત્રી રોકાણના સ્થળે યોજાશે. પ્રારંભે પહેલો પડાવ સાયકલ યાત્રા અસલાલી રહેશે. અસલાલી વિરામ બાદ તબક્કા કાર્યક્રમ પ્રમાણે સાયકલ યાત્રા દાંડી પહોંચશે. 4 માર્ચે દાંડી સાયકલ યાત્રિકોના સન્માનનો કાર્યક્રમ પણ યોજાશે. અંતે દાંડી સાયકલ યાત્રાનું સમાપન થશે. દાંડી સાયકલ યાત્રામાં 1600 કરતા વધુ યુવાનો જોડાશે અને ગાંધી સંદેશો સર્વત્ર ફેલાવી દાંડી દિનની કાયમી યાદી ચિરંજીવ કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
