હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હિંમતનગરના ગાંભોઇ પીઆઇ હસુમતીબેન પટેલની બદલી
PSO ની પરવાનગી વગર ચેમ્બરમાં ન પ્રવેશવા પીઆઈનાં આદેશથી થયો હતો વિવાદ

હિંમતનગર તાલુકાનાં ગાંભોઈનાં મહિલા પીઆઈ હસુમતીબેન પટેલનાં વિવાદિત નિર્ણયોને લઈને જિલ્લા પોલીસવડા વિજય પટેલે તેણીની સોમવારે બપોર બાદ તાબડતોબ બદલી કરીને હિંમતનગર પોલીસવડા કચેરીમાં કાર્યરત એલઆઈબીમાં મૂકી દીધા છે અને તેમના સ્થાને એલઆઈબીનાં પીઆઈ નિકુલ રબારીને ગાંભોઈ પીઆઈ તરીકે જવાબદારી સોંપાઈ છે.
ગાંભોઈ પોલીસ મથકનાં પીઆઈ હસુમતીબેન પટેલે પોતાનાં જ પોલીસ મથકના અધિકારીઓ-કર્મચારી માટે વિવાદાસ્પદ આદેશ કર્યો હોવાથી વિવાદ સર્જાયો છે. PSI, ASI, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સહિતના અધિકારી-કર્મચારીઓએ પીઆઈની ચેમ્બરમાં જતાં અગાઉ PSO ની પરવાનગી લેવી પડશે અને ત્યારબાદ બાદ જ કોઈપણ કામકાજ માટે પીઆઈની ચેમ્બરમાં પ્રવેશ મળી શકાશે એવા ગાંભોઈ પીઆઈનાં આદેશથી પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓમાં કચવાટ ફેલાયો છે. સમગ્ર સાબરકાંઠામાં એક માત્ર ગાંભોઈનાં પીઆઈએ પોતાનાં પોલીસ મથકમાં ફરજ બજાવતા સાથી પીએસઆઈ સહિતનાં પોલીસકર્મીઓ માટે તેમ જ અરજદારો અને મુલાકાતીઓ માટે આવો ફતવો બહાર પાડીને વિવાદને જન્મ આપ્યો છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
