હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હિંમતનગરના બેરણા ગામની દીકરીએ તેના પિતાને લીવર ડોનેટ કર્યું: પાંચ દિવસમાં બીમાર થતાં જીવ ગુમાવ્યો હતો
કમળી થઈ જતાં કોમામાં સરી પડ્યા બાદ આઠમી માર્ચે મહિલા દિને રાત્રે દુનિયાને અલવિદા કહ્યું હતું.

હિંમતનગરના બેરણાના પિતાને લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત ઉભી થતાં દીકરી આગળ આવી હતી. તેનું લીવર મેચ થતાં લીવર ડોનેટ કર્યાના ચાર-પાંચ દિવસમાં જ પુત્રી હવે આ દુનિયામાં રહી નથી. મહત્ત્વનું છે કે, ગ્રામજનોના જણાવ્યા અનુસાર સાતમી માર્ચે તેમને કમળી થઈ જતાં કોમામાં સરી પડ્યા બાદ આઠમી માર્ચે મહિલા દિને રાત્રે દુનિયાને અલવિદા કહ્યું હતું.
બેરણાના 52 વર્ષીય રાજુભાઈ પટેલને લીવરની સમસ્યા થતાં લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો અને દીકરી તથા દીકરીના મામાનું લીવર મેચ થતાં દીકરીએ પોતે જ લીવર ડોનેટ કરવાની જીદ પકડયા બાદ બીએસસી એગ્રીનો અભ્યાસ કરનાર દીકરી ભૂમિબેન પટેલ અને પિતા રાજુભાઈ પટેલ બંનેનું પાંચ છ દિવસ અગાઉ ઓપરેશન હાથ ધરી લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. આ પછી સાત માર્ચે કમળી થઈ હતી અને આઠમી માર્ચે મહિલાનું નિધન થયું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
