<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

બીજ નિગમ દ્વારા મુખ્યમંત્રીને ૧૦.૬પ કરોડનો ડીવીડન્ડ ચેક અર્પણ

રાજકોટ : .. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલને ગુજરાત રાજય બીજ નિગમ લિ. દ્વારા વર્ષ ર૦ર૩-ર૪ ના વર્ષના ડીવીડન્ડનો રૂા. ૧૦.૬પ કરોડનો ચેક ગાંધીનગરમાં અર્પણ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીને રાજય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ગુજરાત રાજય બીજ નિગમ લિ.ના ડીવીડન્ડનો આ ચેક કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ, કૃષિ રાજય મંત્રીશ્રી બચુભાઇ ખાબડ, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, ગુજરાત રાજય બીજ નિગમના ચેરમેન અને અધિક મુખ્ય સચિવ શ્રીએ અંજુ શર્મા, વહીવટી સંચાલક શ્રી પી. એસ. રબારીની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજય બીજ નિગમ ગુરાબીની બ્રાન્ડથી ખેડૂતોને ઉચચ ગુણવતાવાળુ બિયારણ પુરૂ પાડી રહ્યું છે. ગુજરાત રાજય બીજ નિગમે ર૦ર૩-ર૪ ના વર્ષમાં ર.૯ર લાખ કીવન્ટલ બીજનું ઉત્પાદન તથા ર.૬ર લાખ કિવન્ટલ જેટલા બિયારણનું વિતરણ કર્યુ છે. (પ-૧૧)

(2:46 PM IST)