<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

અમદાવાદમાં ૧૫૦૦થી વધુ પોલીસકર્મીઓની બદલી

સીપી જી.એસ. મલીકે બીજીવાર ઘાણવો કાઢયો : કોઇએ વળતો પત્રવ્‍યવહાર કરવો નહીં: જે-તે પોલીસ મથકમાં હાજર થવું: પોલીસ કમિશનરની તાકીદ

અમદાવાદ તા.૧૧: શહેરના ૧૫૪૩ પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે. છેલ્લા પાંચ વર્ષથી એક જ જગ્‍યા પર ફરજ બજવતા પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા ૧૫૪૩ પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે. ASIથી પોલીસ કોન્‍સ્‍ટેબલ સુધીના પોલીસ કર્મીઓની તાત્‍કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. આ તમામ પોલીસકર્મી છેલ્લા પાંચ વર્ષથી એક જ જગ્‍યા પર ફરજ બજાવી રહ્યાં હતા.  પોલીસ કમિશરે કરેલી બદલીના ઓર્ડરમાં કડક શબ્‍દોમાં જણાવ્‍યું છે કે કોઇએ વળતો પત્રવ્‍યવહાર પણ કરવો નહીં અને બદલી કરવામાં આવેલા પોલીસ સ્‍ટેશન ખાતે હાજર થઇ જવું. મહત્ત્વપૂર્ણ છે કે આ પહેલા પણ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ૧૫૦૦થી વધુ પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી હતી.

(3:32 PM IST)