News of Tuesday, 11th March 2025
રામપુરા આરક્ષિત વન વિસ્તારમાં છેલ્લાં બે વર્ષમાં ૪૧૧૬.૦૨ હેક્ટર વિસ્તારમાં ૩૮.૫૪ લાખ કિ. ગ્રા. ઘાસનો જથ્થો ઉત્પાદિત કરાયો: વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ
વર્ષ ૨૦૨૩-૨૪માં કુલ ૨૩.૩૯ લાખ કિ. ગ્રા. ઘાસ એકત્રિત કરવામાં ૫૫,૩૮૮ માનવદિન ઉત્પન્ન થવાની મજૂરોને રૂ. ૨૫૫ લાખ ૮૯ હજારનું ચૂકવણું કરવામાં આવ્યું

રાજકોટ તા.૧૧ : વિધાનસભા ગૃહ ખાતે દાહોદ જિલ્લાના રામપુરા આરક્ષિત વન વિસ્તારમાં ઘાસના ઉત્પાદન સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લાં બે વર્ષમાં રામપુરા આરક્ષિત વન વિસ્તારમાં ૪૧૧૬.૦૨ હેક્ટર વિસ્તારમાં ૩૮.૫૪ લાખ કિ. ગ્રા. ઘાસનો જથ્થો ઉત્પાદિત થયો છે જેના માટે રૂ. ૩૭૪.૪૭ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.
દાહોદ જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં કેટલું ઘાસ એકત્રિત કરવામાં કેટલા માનવદિન ઉત્પન્ન થયેલ છે અને કેટલી રકમનું મજુરોને ચુકવણું કરાયું તે સંદર્ભમાં પૂછાયેલા પેટા પ્રશ્નનના ઉત્તરમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૩-૨૪માં કુલ ૨૩.૩૯ લાખ કિ. ગ્રા. ઘાસ એકત્રિત કરવામાં ૫૫,૩૮૮ માનવદિન ઉત્પન્ન થવાની મજૂરોને રૂ. ૨૫૫ લાખ ૮૯ હજારનું ચૂકવણું કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વર્ષ ૨૦૨૪-૨૫માં ૨૨.૦૨ લાખ કિ. ગ્રા. ઘાસ એકત્રિત કરવામાં ૩૬,૪૪૬ માનવદિન ઉત્પન્ન થવાની મજૂરોને રૂ. ૧૭૩ લાખ ૪૮ હજારનું ચૂકવણું કરવામાં આવ્યું છે.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
