<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

ઝૂલતા પુલ દુર્ઘટના : જયસુખ પટેલને આંશિક રાહત : મોરબી જિલ્લામાં પ્રવેશવા માટે મંજૂરી

જામીન પર છૂટેલા જયસુખ પટેલને સેસન્સ કોર્ટ દ્વારા મોરબી જિલ્લામાં પ્રવેશવાની છૂટ આપી

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી :મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલને આંશિક રાહત મળી છે, સેસન્સ કોર્ટે મોરબી જિલ્લામાં પ્રવેશની છૂટ આપી છે, 

 અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મુખ્ય આરોપી જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મંજુર કરાયા હતા અને  હાલમાં જામીન મુક્ત છે

   અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે મોરબીના ઝુલતા પુલનો કોન્ટ્રાક્ટ ઓરેવા કંપની પાસે હતો. આ દરમિયાન ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં 130થી વધુ લોકોના મોત થયા હતા. મહત્વનું છે કે, મોરબી બ્રિજ હોનારત બાદ SITના રિપોર્ટમાં કંપની દ્વારા ગેરરીતિ આચરાઇ હોવાનો ખુલાસો થયો હતો. જે બાદમાં જયસુખ પટેલે સરેન્ડર કર્યા બાદ જેલમાં મોકલવામાં આવ્યા હતા

મોરબી ઝૂલતો પુલ તૂટી પડતા નિર્દોષ નાગરીકોના મોત થયા હતા જે અંગેનો કેસ મોરબી કોર્ટમાં ચાલી રહ્યો છે જેમાં આરોપી જયસુખભાઈ પટેલને શરતી જામીન આપવામાં આવ્યા હતા જેમાં મોરબી જીલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ હતો તે પ્રતિબંધ આજે હટાવી લેવામાં આવ્યો છે

ઓક્ટોબર ૨૦૨૨ માં મોરબીનો ઝૂલતો પુલ તૂટી જતા બાળકો, મહિલાઓ સહીત ૧૩૫ નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા હતા જે અંગે પોલીસે ફરિયાદ નોંધી ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલ સહીતના ૧૦ આરોપીઓને ઝડપી લીધા હતા આરોપીઓ ઝડપાયા બાદ જયસુખભાઈ પટેલે જામીન મેળવ્યા હતા શરતોને આધીન કોર્ટે જામીન અરજી મંજુર કરી હતી જેમાં એક શરત તેઓ મોરબી જીલ્લામાં પ્રવેશ કરી સકે નહિ તેવી પણ હતી આજે કેસની મુદત હોવાથી આરોપી જયસુખ પટેલ દ્વારા વકીલ મારફત જામીનની શરત રદ કરવા અરજી કરી હતી અને આરોપી પક્ષની દલીલોને સાંભળી કોર્ટે જયસુખભાઈ પટેલને રાહત આપતા જામીનની શરત રદ કરી છે જેથી હવે તેઓ મોરબી જીલ્લામાં પ્રવેશ કરી શકશે તેમજ કેસની આગામી મુદત ૧૫ એપ્રિલની પડી છે જેથી વધુ સુનાવણી ૧૫ એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે.

(8:15 PM IST)