<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

સુરતમાં જુગારધામ પર દરોડા:પોલીસથી બચવા સ્થળ પરથી ભાગી નદીમાં કૂદતા 2 લોકોના મોત

દરોડા પાડનાર PSIએ 2 લોકોને નદીમાં ડૂબવા દીધા હોવાનો પરિવારજનોનો આરોપ

સુરતમાં જુગારધામમાં પોલીસે દરોડા પાડ્યા હતા. જે દરમિયાન પોલીસના ડરના કારણે અને સ્થળપરથી રફ્ફુચક્કર થવા માટે 2 જુગારીઓ નદીના પાણીમાં કૂદી ગયા હતા. જે લોકોને પાણીમાં તરતા ન આવડતું હોવાથી ડૂબી જતા મોત થયા છે

પોલીસના દરોડાથી બચવા નદીમાં કૂદતા 2 લોકોના મોત થયા છે ત્યારે પરિવારજનોએ રાંદેર પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યો છે કે, દરોડા પાડનાર PSIએ તે બંન્ને નદીમાં ડૂબવા દીધા હતા. સાથો સાથ એવો પણ આક્ષેપ કર્યો છે કે, એક જુગારીએ ડૂબનારને બચાવવાની રજૂઆત કરી હતી કે, મને તરતા આવડે છે તમે મને છોડો તો હું ડૂબનારાઓને બચાવી લઉં પરંતુ પોલીસે તેની વાત સાંભળી નહી અને તે બચાવી શક્યો નહીં.

 

સમગ્ર મામલે પરિવારજનોએ સિવિલ હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો છે. મૃતકના પરિજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે કે, બંન્ને યુવકો નદી પડ્યા ત્યાં સુધી પોલીસ જોતી રહી અને તેમને બચાવ્યા નહી અને જ્યારે ડૂબી ગયા ત્યારે તેને બચાવવાનો પ્રયત્ન કર્યો અને જેના કારણે આ બંન્ને યુવકાના મોત થયા છે. તો બીજી તરફ મૃતકોની સાથે જુગાર રમી રહેલા યુવકે કહ્યું કે, મેં ડી સ્ટાફને કહ્યું હતું કે, 'તે નદીમાં પડ્યા તેમને તરતા નહી આવડતુ મને તે લોકોને બચાવવા આપો પરંતુ ડિ સ્ટાફએ મારી વાત સાંભળી નહી

 


 

(6:55 PM IST)