હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ડાકોર ફાગણોત્સવ: આજથી સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોક ડાયરાની રમઝટ: યાત્રીઓ માટે માર્ગદર્શન આપતી ડાકોર મેલા એપ લોન્ચ
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીનાં ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર : ખેડા દ્વારા ડાકોર મેળા દરમ્યાન ડાકોર ફાગણોત્સવ - 2025માં વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોક ડાયરાનું આયોજન

ડાકોરમાં ભવ્ય ફાગણોત્સવની ઉજવણી થવા જઈ રહી છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીનાં ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર – ખેડા દ્વારા ડાકોર મેળા દરમ્યાન ડાકોર ફાગણોત્સવ - 2025માં વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોક ડાયરાનું આયોજન આજે અને 12 માર્ચ 2025ના રોજ કરવામાં આવ્યું છે.
આજે ગણેશ વંદના, ઢાલ તલવાર રાસ, કૃષ્ણલીલા રાસ (વાયોલીન), સીદી ધમાલ નૃત્ય જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કલાકારો અને કલાવૃંદો દ્વારા પ્રદર્શિત કરવામાં આવશે. સાંસ્કૃતિક કાર્યક્રમો બાદ સુપ્રસિધ્ધ લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર સાંઈરામ દવે લોક સાહિત્ય અને લોક સંગીતની જમાવટ કરશે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર, ખેડા દ્વારા ભાવિક ભક્તજનો તથા ખેડા જિલ્લાના તમામ નાગરિકોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે.
આગામી દિવસોમાં ડાકોર ફાગણી પૂનમ મેળા નિમિત્તે ડાકોર ખાતે સમગ્ર રાજ્ય અને દેશમાંથી હજારો શ્રદ્ધાળુઓ ભગવાન રણછોડરાયજીના દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે મેળામાં આવતા દર્શનાર્થીઓને તેમની યાત્રા સંબધિત અગત્યની માહિતી સરળતાથી મળી શકે તે હેતુથી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ડાકોર મેલા નામની એપ્લિકેશન બનાવવામાં આવી છે. આ એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે જેને https://play.google.com/store/apps/details?id=com.dakormela.web પરથી ડાઉનલોડ કરી શકાશે.
ડાકોર મેલા એપ પરથી મંદિરમાં દર્શનનો સમય, - લાઈવ દર્શન, લેટેસ્ટ ન્યુઝ, ડાકોર થી જતી ટ્રેઈનનું લીસ્ટ, ડાકોર ખાતેના જિલ્લા વહીવટી તંત્રના કંટ્રોલ રૂમ નંબર, આરોગ્ય સેવાઓ, ડાકોર મંદિરનું ગુગલ મેપ લોકેશન, કઈ રીતે પહોંચવું તેની માહિતી, મેળાનો રૂટ મેપ, નજીકના જોવાલાયક સ્થળો,સાંસ્કૃતિક કાર્યક્રમ અને અન્ય ફોટા સહિત મળી રહેશે. આ માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ફાગણી પુનમ આવતા ડાકોર દર્શનાર્થીઓને ડાકોર મેલા નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અપીલ કરવામાં આવી છે.
ફાગણ સુદ પુનમના દિવસે ખેડા જીલ્લાના ડાકોર મુકામે આવેલ શ્રીરણછોડરાયજીના મંદિર ખાતે હોળી-ધુળેટી નિમિતે ધાર્મીક લોકમેળાની ઉજવણીનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. આ વર્ષે તારીખ 13/03/2025 હોળી અને તારીખ 14/03/2025 ધુળેટીનો તહેવાર છે. આ તહેવાર નિમીતે ડાકોર ખાતે આવેલ મીઠાઈ -ફરસાણની દુકાનો ખાતેથી જાહેર જનતા/શ્રધ્ધાળુઓને મિઠાઈ- ફરસાણ વગેરે ખાદ્ય પદાર્થો શુધ્ધ સાત્વિક - આરોગ્યપ્રદ મળી રહે તે હેતુથી ડાકોર ખાતે આવેલ તમામ મીઠાઈ-ફરસાણની દુકાનો/સ્ટોર્સ/હંગામી દુકાનો-ટેન્ટ/લારી-ગલ્લાઓ વગેરે તપાસણી-ચકાસણી ફુડ સેફટી ઍન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેની કામગીરી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ખેડા નડીઆદ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
