<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

રાજ્યમાં ગરમીનો કાળો કહેર: 42.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર: 14 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર

રાજકોટમાં 42.3 ડિગ્રી , ડીસા 41.6, ગાંધીનગર 41.2, વલ્લભ વિદ્યાનગર 41.9, ભુજ 42.4 ડિગ્રી તાપમાન : 41.2 ડિગ્રી તાપમાન, નલિયામાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 41.6 ડિગ્રી, પોરબંદરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું

અમદાવાદ :રાજ્યમાં  ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  ગુજરાતમાં સૌથી વધુ 42.8 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું છે. ગુજરાતના કુલ 14 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. ડીસા 41.6, ગાંધીનગર 41.2, વલ્લભ વિદ્યાનગર 41.9, ભુજ 42.4  ડિગ્રી તાપમાન નોંધાયું છે.

 

આ સિવાય વડોદરામાં 41.2 ડિગ્રી તાપમાન,  નલિયામાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 41.6 ડિગ્રી, પોરબંદરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં 42.3 ડિગ્રી અને કેશોદમાં 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.

આવતીકાલે પણ ગુજરાતમાં હીટવેવની શક્યતા છે. આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને સુરતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને રાજકોટમાં પણ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. પોરબંદર, ભાવનગર અને સાબરકાંઠામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજ યુક્ત હવામાન રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

 

(8:06 PM IST)