હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 11th March 2025
સરકાર દ્વારા કપાસના પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ; ખેડૂતો ૧૫ માર્ચ સુધી નોંધણી કરાવી શકશે
ખેડૂતોએ આગામી તા. 15 માર્ચ સુધીમાં ખરીદ કેન્દ્રો ખાતેથી ભારતીય કપાસ નિગમના ઈ-માર્કેટ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે

અમદાવાદ : સરકાર દ્વારા હવે કપાસના પાકની પણ ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. ભારત સરકારના જાહેર સાહસ – ભારતીય કપાસ નિગમ લી. (CCI) દ્વારા આગામી સપ્ટેમ્બર-2025 સુધી કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ભારત સરકારે કપાસ માટે રૂ. 7471 ટેકાનો ભાવ જાહેર કર્યો છે.
ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા ઇચ્છતા ગુજરાતના ખેડૂતોએ આગામી તા. 15 માર્ચ, 2025 સુધીમાં ખરીદ કેન્દ્રો ખાતેથી ભારતીય કપાસ નિગમના ઈ-માર્કેટ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. આ સમયમર્યાદામાં અરજી કરી હશે, તેવા ખેડૂતો પાસેથી જ કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
(9:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
