હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 11th March 2025
અમદાવાદના નરોડામાં ફ્રુટના વેપારી સાથે હનીટ્રેપની ઘટના:ખેતરમાં લઇ ગયા :કપડા કાઢી એક કરોડ માંગ્યા
વેપારીને માર મારીને 12 હજાર રોકડા, 600 દિરહામ અને ધડિયાળ તેમજ મોબાઈલ પડાવી લીધા

અમદાવાદના નરોડાનાં ફ્રૂટનાં વેપારી સાથે હનીટ્રેપની ઘટના બની છે. યુવતીએ ફોન મેસેજ કરી નોકરીની માંગ કરી હતી. મળવા બોલાવી અલગ અલગ જગ્યાઓ પર ફેરવ્યો હતો.
અડાલજ પાસે ગાંધીનગર ક્રાઈમ બ્રાંચનાં નામે 4 શખ્સો આવ્યા હતા. વેપારીનું અપહરણ કરીને કડીનાં ખેતરમાં લઈ ગયા હતા. વેપારીના કપડા કાઢી એક કરોડ રૂપિયાની માંગ કરી હતી. વેપારીને માર મારીને 12 હજાર રોકડા, 600 દિરહામ અને ધડિયાળ તેમજ મોબાઈલ પડાવી લીધા બાદ બધા ફરાર થઈ ગયા હતા. વેપારીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે
(9:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
