<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

પુત્રવધુને સસરા દ્વારા હેરાનગતિ થતા મહિલાની મદદે પહોચી 181 અભયમ નર્મદા ટીમ

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના એક ગામમાંથી મહિલાનો કોલ આવેલ અને જણાવેલ કે, મને મારા સસરા દ્વારા હેરાનગતિ થાય છે, અલગ રહેતાં હોવા છતાં વ્યસન કરી મારા પતિની ગેરહાજરીમાં અપશબ્દ બોલે છે, તેથી મહિલા રોજના અપમાનથી કંટાળી આખરે સસરાને સમજાવવા માટે 181 નર્મદાની મદદ માંગેલ.

   ત્યારબાદ 181 ટીમ ઘટના સ્થળ પર પહોંચી બન્ને પક્ષનું કાઉન્સિલગ કરતાં જાણવા મળેલ કે, મદદ માંગનાર મહિલા સસરાના સગા બેનની દીકરી હોય તેથી સબંધમાં મામા - ભાનજી થાય પરંતુ સગા ભાઈ-બહેનના છોકરાઓ હોય બંને પ્રેમ સંબંધમાં હતાં, મહિલાના મામા પહેલાથી જ આ સંબંધના વિરોધમા હતાં જેના કારણે બંને ભાઈ બહેન વચ્ચે પણ સંબંધ બગડતો પરંતુ બંને દીકરા-દીકરીએ મરજીથી ભાગીને પ્રેમ લગ્ન કરેલ અને લગ્નજીવન દરમિયાન બે બાળકો છે. બે વર્ષ પહેલા બધા ભેગા રહેતા પરંતુ અંદર અંદર નાની મોટી વાત પર મામા સાથે ઝઘડા થતાં અલગ થઈ ગયેલ. બાજુ બાજુમાં ઘર હોય જેથી દરરોજ મહિલાના સસરા અપશબ્દ બોલે અને સંભળાવે તેથી મહિલા કંટાળી આખરે સસરાને સમજાવવા માટે 181 ની મદદ માંગેલ.
   181 ટીમે બંને પક્ષને સમજાવી કાયદાકીય માહિતી આપેલ અને લગ્નના આટલા વર્ષો પછી ઘરમાં બે નાના-નાના સંતાન હોય આવા ઝગડા કે અપશબ્દથી બાળકોના મગજ પર પણ માઠી અસર પહોંચે, તેથી ભૂતકાળમાં જે થયું તે ભૂલી સમજીને હળી મળીને રહે, મહિલાના સાસુ બીમાર રહેતા ઓપરેશન થયેલ હોય એમનાથી ઘરનું કામકાજ ના થતું હોવાથી બધા ભેગા રહી એકબીજાના સુખ દુઃખમાં સાથ સહકાર આપવા સમજાવેલ અને સલાહ, સૂચન, માર્ગદર્શન આપેલ. તેથી બંને પક્ષ સમજી ગયેલ અને હવે પછી ઝગડા ના કરી સાથે ભેગા રહેવા ખાતરી આપેલ. આમ 181 ટીમ નર્મદા દ્વારા બંને પક્ષનું અસરકારક કાઉન્સેલિંગ દ્વારા વિખેરાતા પરિવારને બચાવી બંને વચ્ચે સુમેળ સમાધાન કરવામાં આવેલ

(10:16 PM IST)