હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, નર્મદા દ્વારા નમૂનાઓમાં ગેરરીતિ જણાતા વેપારીઓને રૂ.૩.૯૫ લાખનો દંડ ફટકાર્યો

( ભરત શાહ દ્વારા )નર્મદા :ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નર્મદા દ્વારા લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓમાંથી ત્રણ નમૂનાઓ નપાસ જાહેર થતા, સંબંધિત વેપારીઓ સામે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
એડજ્યુડીકેટીંગ ઓફિસર તથા નિવાસી અધિક કલેક્ટરની કોર્ટ, રાજપીપલામાં કેસ દાખલ કરી, કુલ રૂ. ૩. ૯૫ લાખનો દંડ ફટકારાયો હતો. દંડિત થયેલા વેપારીઓમાં શ્રી રામ લાઈવ બેકરી (રાજપીપળા), શ્રી રામ લાઈવ બેકરી, AKP ENTERPRISE (કીમ, સુરત), વિજય ટ્રેડિંગ કંપની (વડોદરા), Savatta Food Products (દમણ), હોટલ ફર્ન (કેવડીયા કોલોની) અને પ્રોવિઝન સ્ટોર (રાજપીપળા) સહિતના વેપારીઓનો સમાવેશ થાય છે.
ખાદ્ય પદાર્થોમાં ખારી, Sukun Premium Cow's Ghee, PLAIN CURD (LOOSE) અને AKP Namkeen જેવા નમૂનાઓનો સમાવેશ થાય છે, જે નાપાસ જાહેર થયા હતા. જે અંગે એ.બી. રાઠવા, ડેઝીગ્નેટેડ ઓફિસર, ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર, ભરૂચ/નર્મદા તરફથી જાણવા મળ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
