<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

લો બોલો નગરપાલિકાની દીવાલ, લેટ્રીન, બાથરૂમ તોડી ગાર્ડનની જગ્યામાં પતરાનો સેડ ઊભો કરાતા આશ્ચર્ય

નજીકના કોઈ ખેતરના ખેડૂતનું આ કૃત્યુ હોવાનું અનુમાન:ગાર્ડન કમિટીના ચેરમેન મીરાબેન ભવાનીપ્રસાદ કહારની નજરે પડતા ભાંડો ફૂટ્યો

(ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા નગરપાલિકા ના મુખ્ય ગાર્ડન પાછળ બનાવેલ પ્રોટેક્શન વૉલ અને ત્યાં ઊભા કરેલા લેટરીન બાથરૂમ તોડી નાખી ત્યાં એક પતરાનો સેડ કોઈકે ઊભો કરી દેવાની વાત મુખ્ય અધિકારીના ધ્યાને આવતા તેઓ ખુદ ચોંકી ઉઠ્યા હતા અને તાબડતોબ આ કૃત્યુ કોણે કર્યું છે તે દિશામાં તપાસ હાથ ધરી હતી

મળતી માહિતી અનુસાર રાજપીપળાના પ્રવેશદ્વાર કાલાઘોડા પાસે આવેલા નગરપાલિકાના ગાર્ડનમાં પાછળના ભાગે પ્રોટેક્શન વૉલ અને લેટરીન બાથરૂમ બનાવ્યા હતા જોકે છેક પાછળના ભાગે ખાસ કોઈ જતું નહીં હોય તેનો લાભ ઉઠાવી કોઈકે આ જગ્યા પરથી પ્રોટેક્શન વૉલ અને લેટરીન બાથરૂમ તોડી નાખી નીચે ના ભાગે એક મોટો પતરાનો સેડ બનાવી દીધો છે જોકે આ બાબત ગાર્ડન કમિટીના ચેરમેન મીરાબેન ભવાની પ્રસાદ કહારના ધ્યાને આવતા તેમણે મુખ્ય અધિકારી રાહુલ ઢોડિયાને આ બાબતની જાણ કરતા મુખ્ય અધિકારી પણ ચોંકી ઉઠ્યા કે આવી હિંમત કોણે કરી અને જેણે કરી હોય તેની સામે કડક પગલા લેવા માટે તેઓ ગાર્ડન માં તપાસ અર્થે દોડી ગયા હતા.
  આ બાબતે પાલિકાના મુખ્ય અધિકારી રાહુલ ઢોડીયાએ જણાવ્યું કે અમારા ધ્યાન પર આ બાબત આવતા અમે સ્થળ તપાસ કરી અને આ કરતૂત જેણે પણ કરી છે તેની તપાસ કરી આગળ પગલા લઈશું, કેમ કે પાલિકાની દીવાલ અને અન્ય બાંધકામ તોડી નાખી ગેરકાયદેસર પતરા નો સેડ ઊભો કર્યો છે માટે અમે આગળ કાર્યવાહી કરીશું.

(10:18 PM IST)