News of Tuesday, 11th March 2025
રાજપીપળા સિંધીવાડનો યુવાન અનેક રાયફલ શૂટિંગમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવી અવ્વલ રહ્યો
અનેક સ્પર્ધા માં મેડલો મેળવનાર આ યુવાનને પ્રેક્ટિસની ખાસ જરૂર હોય પરંતુ તેની પાસે પોતાની રાયફલ નહી હોવાથી પ્રેક્ટિસ કરી શકતો નથી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા સિંધીવાડ વિસ્તારમાં રહેતા કાદરી કૈફઅલી નાજીમઅલી ગુજરાત સ્ટેટ કક્ષાએ વડોદરા ખાતે રમાયેલી રાયફલ શૂટિંગ માં અવ્વલ આવ્યો ત્યારબાદ રાયફલ શૂટિંગમાં 2018 માં વડોદરા ડિસ્ટ્રિક્ટ રાયફલ એસો.માં યોજાયેલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો, 2019 માં વડોદરા ડિસ્ટ્રિક્ટ રાયફલ એસો.માં સિલ્વર મેડલ, વડોદરા ડિસ્ટ્રિક્ટ શોર્ટ ગન શૂટિંગ કોમ્પિટિશનમાં સિલ્વર મેડલ ત્યારબાદ હાલ રાયફલ શૂટિંગ એસો.ઓફ વડોદરા દ્વારા 19 રામદાસ એમ હલવાઇ મેમોરિયલ વડોદરા ડિસ્ટ્રિક્ટ શૂટિંગ ચેમ્પિયનશિપ.2025 માં 0.22 રાયફલમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો આમ રાજપીપળાના આ યુવાને એક બાદ એક રાયફલ શૂટિંગમાં અનેક મેડલો મેળવી રાજપીપળા સહિત નર્મદા જિલ્લો અને ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે.
જોકે આટલા મેડલો મેળવ્યા બાદ પણ આ યુવાન જોઈએ તેટલો ખુશ નથી કેમકે આ સ્પર્ધા માં ભાગ લેતા પહેલા તેને ખાસ જરૂરી પ્રેક્ટિસ છે પરંતુ તેની પાસે પોતાની રાયફલ નહી હોવાના કારણે તે જરૂરી પ્રેક્ટિસ કરી શકતો નથી અને તેનાજ કારણે કેટલીક સ્પર્ધાઓ માં તેને સિલ્વર અને બ્રોન્ઝ મેડલો.મળ્યા છે બાકી આ યુવાન જો જરૂરી પ્રેક્ટિસ કરે તો દરેક સ્પર્ધા માં ગોલ્ડ મેડલ મેળવી શકે છે. માટે સરકાર આ યુવાન ને આગળ વધવા અને રાજ્ય નું નામ વધુ રોશન કરવા રાયફલ ની વ્યવસ્થા માટે મદદરૂપ બને તેવી આ યુવાન આશા રાખે છે
(10:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
