<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

નવસારીના બીલીમોરામાં ટ્રેનની અડફેટે બે યુવકોના મોત

પોલીસે અંતિમવિધિ કરી દેતાં પરિવારમાં રોષઃમૃતકના પરિવારે ન્યાયની માગ સાથે પોલીસને રજુઆત કરી છે

નવસારી,તા.૧૧

નવસારીના બીલીમોરામાં ટ્રેનની અડફેટે બે યુવકોના મોત નિપજ્યા હતા. જેમાં યુવકોની ઓળખ કર્યા સિવાય પોલીસે અંતિમવિધિ કરવા ૨૪ કલાકની પણ રાહ ન જોતાં પરિવારમાં રોષ ફેલાયો છે. પરિવારે પોલીસ સમક્ષ ન્યાયની માગણી કરી છે.

બીલીમોરામાં ટ્રેનની અડફેટે આવતા બે યુવકોના મોત મામલે પરિવારનો રોષ ભભૂકી ઉઠ્યો છે. ૧ યુવકના ફોટા પરથી પરિવારજનોએ મૃતદેહની માગ કરી છે. યુવકોની ઓળખાણ કર્યા સિવાય પોલીસે અંતિમવિધિ કરી દેતાં મૃતક યુવકના પરિવારજનો અને સમાજનો પોલીસ સામે રોષ જોવા મળ્યો હતો. પોલીસે અંતિમક્રિયા કરવા ૨૪ કલાકની પણ રાહ ન જોઈ. આ મામલે પોલીસે જણાવ્યું કે, લાશ ડિકમ્પોઝ હાલતમાં હોઈ અંતિમક્રિયા જરૃરી હતી. મૃત્યુ પામનાર બે પૈકી એક યુવકની હજુ પણ ઓળખ નથી થઈ. મૃતકના પરિવારે ન્યાયની માગ સાથે પોલીસને રજુઆત કરી છે. હાલ, પરિવારમાં માતમ છવાયો છે.

(10:20 PM IST)