<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

સોમવારે પડેલી અતિશય ગરમીએ વન કર્મીનો ભોગ લીધો :ઉમરવા જોષી ગામના જંગલમાં લાગેલી આગમાં એક રોજમદારને આકરી ગરમીમાં ચક્કર આવતા મોત

જંગલમાં દવમાં વન વિભાગ નો સ્ટાફ આગ ઓલવવાની કામગીરીમાં હતો ત્યારે રોજમદાર વિક્રમભાઈ તડવી પીવાનું પાણી લેવા જતા ચક્કર આવતા મોત થયું

(ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ઉમરવા જોષી ગામમાં આવેલ જંગલમાં દવ માં આગ લાગતા ત્યાં હાજર એક રોજમદાર કર્મચારીનું અતિશય ગરમીના કારણે ચક્કર આવતા મોત થયું હતું
   પ્રાપ્ત વિગતો અનુસાર મરનાર વિક્રમભાઈ માનસીંગભાઇ તડવી (ઉ.વ.૫૪ )(રહે-નઘાતપોર તા-ગરૂડેશ્વર જી.નર્મદા) ના ઓને તા.૧૦/૦૩/૨૦૨૫ ના રોજ ઉમરવા જોષી ગામથી માથાવાડી ગામ જતા રસ્તા ઉપર ટાંકીથી થોડા ઉપર જંગલ માં લાગેલી આગ ઓલવવા ની કામગીરી વન કર્મીઓ કરી રહ્યા હતા ત્યારે સ્ટાફ ને તરસ લાગતા વિક્રમભાઈ તડવી સ્ટાફ માટે પાણી લેવા ગયા પરંતુ સોમવારે પડેલી આકરી ગરમીને કારણે તેમને અચાનક ચક્કર આવ્યા અને તરસ લાગતા પાણી પીધુ તેના પછી તેમને ઉલટી થઈ અને તેઓ બેભાન થઈ ગયેલ તે પછી તેમને PHC બોરીયા લઈ જવામાં આવ્યા અને ત્યાથી વધુ સારવાર માટે ૧૦૮ માં રાજપીપળા સિવીલમાં રીફર કરવામાં આવ્યા ત્યારે રાજપીપળા સિવીલમાં તેઓ મુત હાલતમાં આવ્યા હોવાનું ફરજ પર ના તબીબે જણાવતા ગરુડેશ્વર પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.તપાસ ગરુડેશ્વર પો.સ્ટે.ના એ.એસ.આઈ. અતુલભાઈ ગંભીરભાઈ કરી રહ્યા છે

(10:21 PM IST)