<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

સુરતમાં ભાગ્યોદય વિધિના નામે ભૂવાએ નજર બગાડી

ભૂવાએ પતિને બહાર મોકલી પરિણીતા પર દુષ્કર્મ આચર્યુ હતું:ભાગ્યોદય વિધિના નામે બળાત્કાર કરાતા ભૂવાને પોલીસ સમક્ષ હાજર કરી દેવાયો છે

સુરત,તા.૧૧

સુરતમાં ભાગ્યોદય વિધિના નામે ભૂવાએ નજર બગાડ્યાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ભરત કુંજડિયા નામના ઢોંગી ભૂવાની કામલીલા બહાર આવતા બરોબરનો લોકોએ મેથીપાક ચખાડ્યા બાદ સરથાણા પોલીસ સ્ટેશનમાં પકડીને લઈ જવાયો છે, તેમજ આ મામલે પોલીસે ઊંડી તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં ભાગ્યોદય વિધિના નામે બળાત્કાર કરાતા ભૂવાને પોલીસ સમક્ષ હાજર કરી દેવાયો છે. ભરત કુંજડિયા નામના ઢોંગી ભૂવાની કરતૂત બહાર આવી છે. સગી મામાની દીકરી પર ભૂવાએ નજર બગાડી હતી. વિધિ કરવાના બહાને ભૂવાએ મને જાગૃત કરી તારામાં પ્રવેશ આપ તેમ પીડિતાને કહ્યું હતું. ભૂવાએ પતિને બહાર મોકલી પરિણીતા પર દુષ્કર્મ આચર્યુ હતું. મામાની દીકરીને તેના જ ઘરમાં નિર્વસ્ત્ર કરી ભાગ્યોદય વિધિના નામે પરણિતાની આબરૃ લૂંટી હતી. પરિણીતાએ પતિને જાણ કરતાં મામલો બિચક્યો હતો. આ મામલે લોકોએ ભૂવાનું મુંડન કરી મોઢામાં ચંપલ મૂકાવી બરોબર મેથીપાક આપ્યા બાદ ફરિયાદ નોંધાવાઇ હતી. સરથાણા પોલીસે આરોપી ભૂવાને પકડી તપાસ હાથ ધરી છે.

 

(10:28 PM IST)