News of Wednesday, 12th March 2025
અમદાવાદ સહિત 12 જિલ્લાઓમાં હિટવેવ એલર્ટ :જાણો રાજ્યના કયા-ક્યા જિલ્લામાં લોકોને સતર્ક રહેવાની સલાહ

અમદાવાદ :ગુજરાતમાં હોળી પહેલા જ લોકોને ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા લોકોને એલર્ટ આપવામાં આવ્યું છે. આજે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત 12 જિલ્લાઓમાં હિટવેવ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે જાણો આજે રાજ્યના કયા-ક્યા જિલ્લાઓમાં લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, ગાંધીનગર, આણંદ, સુરત, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બનાસકાંઠા અને કચ્છમાં હિટવેવ એલર્ટને લઈને લોકોને સતર્ક રહેવાની તેમજ પોરબંદર, ભાવનગર અને સાબરકાંઠા જિલ્લામાં પણ હિટવેવ એલર્ટ આપવામાં આવ્યું છે
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
