<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

વન રક્ષક વર્ગ-૩ ની પ્રવરતા યાદી બહાર પાડવામાં ઘોર વિલંબ : આંદોલનના એંધાણ

રાજકોટ તા. ૧૨ : વન વિભાગમાં ફરજ બજાવતા નાના કર્મચારીઓ અસંતોષના કારણે આંદલનના માર્ગે જાય તેવા સંજોગો સર્જાયા છે.

ચર્ચાતી વિગતો મુજબ વન રક્ષક વર્ગ-૩ ની પ્રવરતા યાદી (સીનીયોરીટી) છેલલે ૨૦૨૨ માં બહાર પાડવામાં આવી હતી તના પછી આજ સુધી પ્રવરતા યાદી બહાર પડી નથી. સામાન્‍ય વહીવટ વિીભાગની ૨૦૦૯ ની ગાઇડલાઇન તેમજ ઠરાવ પ્રમાણે પ્રવરતા યાદી દર વર્ષે બહાર પાડવી જોઇએ. તેમ છતા પાલન થતુ નથી.

વન અને પર્યાવરણ વિભાગ દ્વારા તા. ૨૩-૮-૨૦૨૩ ના ઠરાવ કરી વર્ગ-૩ ની સીનીયોરીટી, બઢતી વગેરેની સત્તા પોતાના હસ્‍તક લઇ લેવામાં આવી છે. છતા આજસુધી તેમના દ્વારા કોઇ કાર્યવાહી કેમ થઇ નથી તેવા સવાલો ઉઠયા છે.

ગુજરાત રાજયમાં ૬૫૦ જેટલી વનપાલની જગ્‍યાઓ ખાલી છે. તેમાથી સીધી બઢતીની ૧:૪ રેશીયા પ્રમાણે ૪૦૦ ઉપર બઢતીની જગ્‍યાઓ ખાલી છે. છતા કોઇ કાર્યવાહી કેમ થતી નથી? તેવા સવાલો પેચીદા બન્‍યા છે.

આ તમામ બાબતોને લઇને વનવિભાગના નાના કર્મચારીઓમાં રોષની લાગણી પ્રસરી છે. આગામી દિવસોમાં વન કર્મચારીઓ આંદોલનનો માર્ગ અપનાવે તેવા સમીકરણો સર્જાતા જોવા મળે છે. (૧૬.૪)

(3:04 PM IST)