<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

આવી રૂડી હોળી, રંગોની ભરી ઝોળી....વિધાનસભા સંકુલમાં રંગે રમતા ધારાસભ્‍યો

(અશ્‍વિન વ્‍યાસ) ગાંધીનગરઃ આજે વિધાનસભાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ વિધાનસભાના અધ્‍યક્ષ, મુખ્‍યમંત્રી, મંત્રીમંડળના સભ્‍યો તેમજ ધારાસભ્‍યો હોળીના પૂર્વને વિધાનસભા સંકુલ સામે ઉજવવામાં આવી રહેલ છે. આ પર્વમાં રંગબેરંગી ગુલાબ અને ફુલો સાથે ઉજવવામાં આવશે. આ પર્વ પહેલા સચિવાલય સંકુલ પૂર્ણ સફાઇ કરવામાં આવેલ છે. ઉપરોકત તસ્‍વીર રંગોત્‍સવ માટેના મંડળની છે. વિધાનસભાના અધ્‍યક્ષ શંકર ચોૈધરી, મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ, અર્જુનભાઇ મોઢવાડિયા, ઉદય કાનગડ વગેરે રંગે રમ્‍યા હતા. હવે સોમવારે વિધાનસભા ગૃહ મળશે.(તસ્‍વીરઃ નિમિષ ગણાત્રા

(4:04 PM IST)