<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

રાજયમાં ડુંગળીનો ઉંચો ભાવ ખંભાત અને પાદરામાં 600 રૂપિયા સુધી બોલાયો: જાણો 19 યાર્ડના ભાવ :જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતની 19 માર્કેટ યાર્ડમાં કુલ 11,428.81 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 19 માર્કેટ યાર્ડમાં કુલ 11,428.81 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ ખંભાત માર્કેટ યાર્ડમા 600 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 375 રૂ. અને નીચો ભાવ 120 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય પાદરામાં 600 રૂ., મોરબીમાં 520 રૂ., અમદાવાદમાં 500 રૂ., અંકલેશ્વરમાં 480 રૂ., નડિયાદમાં 400 રૂ., ગોંડલમાં 346 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 11,428.81 ટન ડુંગળીની આવક થઇ છે.

(8:39 PM IST)