News of Wednesday, 12th March 2025
સૌરાષ્ટ્ર વિશા શ્રીમાળી સોની સમાજ આણંદની મહિલાઓ દ્વારા 'નારી તું નારાયણી' અંતર્ગત મહિલા દિનની ઉજવણી
સમાજનો 200થી વધુ મહિલાઓ જોડાયા :વિવિધ ક્ષેત્રોમાં વ્યવસાય કરતી બહેનોનું સન્માન કરાયું : બહેનોએ ભેગા મળીને વિવિધ ગેમ્સ, ગરબાનો આનંદ માણ્યો

( આર કે સોની દ્વારા ) આણંદ : સૌરાષ્ટ્ર વિશા શ્રીમાળી સોની સમાજ આણંદની મહિલાઓ દ્વારા બે લિફ બેંક્વેટ હોલમાં નારી તું નારાયણી વિષય અંતર્ગત મહિલા દિનની ઉજવણી કરવામાં આવી જેમાં ઉત્સાહપૂર્વક સમાજની 200થી વધુ મહિલાઓએ ભાગ લીધો અને અતિથિ વિશેષમાં શ્રદ્ધા હોસ્પિટલના ડોક્ટર શ્રદ્ધાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ મહિલાઓને આરોગ્ય સંબંધી વિશેષ માર્ગદર્શન આપ્યું હતું
. આ ઉપરાંત મહિલા ઉત્કર્ષના ભાગરૂપે વિવિધ ક્ષેત્રોમાં વ્યવસાય કરતી બહેનોનું સન્માન કરવામાં આવ્યું અને સૌ બહેનોએ ભેગા મળીને વિવિધ ગેમ્સ, ગરબાનો આનંદ માણ્યો હતો.
આ કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન બીનાબેન ઝિંઝુવાડીયા, સરલાબેન પાટડીયા, હિનાબેન પાટડીયા, મનિષાબેન રાધનપુરા, રીનાબેન પાટડીયા, ભાવિનીબેન પાટડીયા, જીગીશાબેન પાટડીયા તથા સમાજની દીકરીઓ ક્રિનલ, અમી, રાધિકા, વૃંદા, જીનલ, દિશા દ્વારા કરવામાં આવ્યું હતું
(9:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
