તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 12th March 2025
તાપીના વાગઝરી ગામે ખેતરમાં કામ માટે ગયેલ શંકર ગામીત નામના આધેડ પર દીપડાનો હુમલો
પડાના હુમલાને કારણે શંકર ગામીતના હાથ અને મોઢાના ભાગે ઇજા પહોંચી:વ્યારા સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઇ

તાપીના વાગઝરી ગામે આધેડ પર દીપડાએ હુમલો કર્યો છે. ખેતરે કામ અર્થે ગયેલ શંકર ગામીત પર દીપડાએ હુમલો કર્યો છે. દીપડાના હુમલાને કારણે શંકર ગામીતના હાથ અને મોઢાના ભાગે ઇજા પહોંચી છે. શંકર ગામીતને હાલમાં વ્યારા સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઇ છે
છેલ્લા એક અઠવાડિયામાં દીપડાના હુમલાની આજે બીજી ઘટના બની છે. અગાઉ કુકરમુંડામાં બાળકી પર થયેલ હુમલા બાદ આજે હુમલાની બીજી ઘટના બની છે. વન વિભાગ દ્વારા દીપડાને પકડવાની કવાયત હાથ ધરી છે.
(9:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
