News of Wednesday, 12th March 2025
પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને અમદાવાદ વચ્ચે હોળી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવશે
મુસાફરોના વધારાના ધસારાને પહોંચી વળવા માટે બાંદ્રા ટર્મિનસ અને અમદાવાદ સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય

અમદાવાદ : પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા માટે અને હોળીના તહેવાર દરમિયાન મુસાફરોના વધારાના ધસારાને પહોંચી વળવા માટે બાંદ્રા ટર્મિનસ અને અમદાવાદ સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપેટ્રેન નંબર 09091 અને 09092 બાંદ્રા ટર્મિનસ – અમદાવાદ – બાંદ્રા ટર્મિનસ હોળી સ્પેશિયલની 4 ટ્રીપ દોડાવાશે.
ટ્રેન નંબર 09091 બાંદ્રા ટર્મિનસ – અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી 13 અને 14 માર્ચ 2025 (ગુરુવાર અને શુક્રવાર)ના રોજ સાંજે 16.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 00.30 કલાકે અમદાવાદ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09092 અમદાવાદ – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ અમદાવાદથી 14 અને 15 માર્ચ 2025 (શુક્રવાર અને શનિવાર) ના રોજ સવારે 06.20 કલાકે ઉપડશે અને તે જ દિવસે બપોરના 15.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, ઉધના, ભરૂચ, વડોદરા અને આણંદ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.
(9:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
