News of Wednesday, 12th March 2025
સુરતમાં આડેઘડ થઈ રહેલા ખોદકામ.છાસવારે બંધ કરાતા માર્ગ તેમજ અપાતા ડાયવર્ઝન સામે વિરોધ
પૂર્વ પ્રધાન અને ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ, સુરત મહાનગરપાલિકાના કમિશનર અને પોલીસ કમિશનરને પત્ર લખ્યો

ગુજરાતના પૂર્વ પ્રધાન અને ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ, સુરત મહાનગરપાલિકાના કમિશનર અને પોલીસ કમિશનરને પત્ર લખી આડેઘડ થઈ રહેલા ખોદકામ અને છાસવારે બંધ કરાતા માર્ગ તેમજ અપાતા ડાયવર્ઝન સામે વિરોધ વ્યક્ત કર્યો છે. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ, લખેલા પત્રમાં સમગ્ર વરાછા વિસ્તારમાં ઠેર ઠેર રસ્તા ખોદકામના કામ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.
તેમણે કહ્યું છે કે, વિકાસના કામનો વિરોધ નથી પરંતુ અણઘડ રીતે રસ્તાના ખોદકામ અને રસ્તા બંધ કરવાની સામે આક્રોશ છે. તબક્કા વાર રોડ બંધ કરવા કે ખોદવા માટે કુમાર કાનાણીએ પત્રમાં માંગ કરી છે. ધારાસભ્ય કુમાર કાનાણીએ, રસ્તા ખોદકામને કારણે થતા ટ્રાફિકજામને નિયમન કરવાને બદલે ટ્રાફિક પોલીસ માત્ર હેલ્મેટનો દંડ વસૂલ કરતી હોવાનું આક્ષેપ પણ આ પત્રમાં કર્યો છે.
(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
