<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

ધંધુકા તાલુકામાં ખેતરોમાંથી કપાસ ચોરી કરતા ચોરોને ગ્રામજનોએ ઝડપ્યા

છસીયાણા ગામની સીમમાંથી ત્રણ ચોરોને ખેતરમાંથી કપાસની ચોરી કરતા સ્થાનિકોએ ઝડપી લીધા :લોડીંગ વાહન સાથે ત્રણ ચોરને સ્થાનિકોએ ઝડપી પાડી ધંધુકા પોલીસને સોંપ્યા

અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં કપાસ ચોરી કરતા ચોરોને ગ્રામજનોએ ઝડપ્યા છે. ધંધુકા તાલુકાના છસીયાણા ગામની સીમમાંથી, ત્રણ ચોરોને ખેતરમાંથી કપાસની ચોરી કરતા સ્થાનિકોએ ઝડપી પાડયા છે. લોડીંગ વાહન સાથે ત્રણ ચોરને સ્થાનિકોએ ઝડપી પાડી ધંધુકા પોલીસને સોંપ્યા હતા. 

 33 હજારની કિંમતનો 12 મણ કપાસ અને લોડીંગ વાહન સાથે ત્રણ ચોર ઝડપાયા છે. રાજુ સોલંકી, ગજરાજ મકવાણા અને ભાઈલાલ પટેલ નામના ત્રણ ચોર રંગે હાથ ઝડપાયા છે. પોલીસે ત્રણેય આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. ધંધુકા પંથકની અગાઉની અનેક કપાસના પાકની ચોરીના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.

 

(9:49 PM IST)