હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોઢેરા-બહુચરાજી વચ્ચે પદયાત્રીઓ માટે ૧૪ કિમી લાબો પગદંડી માર્ગ બનાવાશે
પદયાત્રીઓ માટે પગદંડી બનાવવાનું આયોજનઃસ્ટેટ હાઈવેના સમાંતર ૬ મીટર પહોળો પગદંડી માર્ગનો રૃટ બનાવાશે

મહેસાણા,તા.૧૨
મહેસાણા જિલ્લામાં આવેલા ઐતિહાસિક સહિતના પ્રવાસન સ્થળો તેમજ યાત્રાધામોની આવતા મુલાકાતીઓની સુવિધાઓને ધ્યાનમાં રાખી વિકાસ કાર્યો આરંભાયા છે. જેમાં જિલ્લાના બેચરાજી ખાતે આવેલા બહુચર માતાના મંદિરે પદયાત્રીઓ સરળતાથી દર્શનાર્થે આવી શકે તે માટે મોઢેરા સ્થિત મોઢેશ્વરી માતાના મંદિરથી બહુચરાજી માતાના મંદિર સુધી પગદંડી બનાવવાની વહીવટી પ્રક્રિયા હાથ ધરાઈ છે.
જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલા તીર્થધામ પૈકી મોઢેરા ગામમાં આવેલા મોઢેશ્વરી માતાના મંદિરથી બેચરાજી સ્થિત બહુચર માતાના મંદિર સુધીના ૧૪ કિ.મી. સુધી દર્શનાર્થે આવતા પદયાત્રીઓ માટે પગદંડી બનાવવાનું આયોજન કરાયું છે. જેમાં બન્ને યાત્રાધામ વચ્ચે ભક્તિ-શક્તિ પદયાત્રા માટે વર્તમાન સ્ટેટ હાઈવેના સમાંતર ૬ મીટર પહોળો માર્ગ ભવિષ્યના લાંબા સમયને ધ્યાનમાં રાખી પગદંડી તૈયાર કરવામાં આવનાર છે.
ઉપરોક્ત પગદંડી તેમજ તેના રૃટ બનાવવા માટેની પ્રાથમિક વહિવટી કામગીરી આરંભવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આગામી દિવસમાં બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટર દ્વારા મંજૂરી અર્થે પગદંડીની દરખાસ્ત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ પગદંડીનું નિર્માણ થયા બાદ મોઢેરાથી બહુચરાજી પગપાળા આવતા સેંકડો માઈભક્તો માર્ગ અકસ્માતના ભય વગર શાંતિ અને સલામતીથી પદયાત્રા કરી શકશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
