News of Wednesday, 12th March 2025
ડાકોર તરફના માર્ગો પદયાત્રીઓથી ઉભરાયા
ભકતજનો ડાકોરના માર્ગો તરફ પ્રયાણ કરી ચુકયા છેઃ૪૦ ડિગ્રી તાપમાનમાં પણ ભક્તોની પદયાત્રાઃ માર્ગોમાં ઠેર ઠેર સેવાકેમ્પો ધમધમ્યાં

નડિયાદ,તા.૧૨
આમલકી એકાદશીથી પદયાત્રાના પ્રારંભ સાથે જ ડાકોર તરફ જવાના માર્ગો પદયાત્રિઓનું પ્રયાણ શરૃ થઇ ગયુ છે. ખાસ કરીને અમદાવાદથી આવતા યાત્રાળુઓની સંખ્યા ખુબ જ વધારે હોય છે. હાલમાં એકા એક ગરમીનો પારો ૩૮ ડિગ્રી ઉપર પહોંચી ગયો છે.
તેમ છતાં પણ પોતાની માનતા પૂર્ણ થતા અને વર્ષોથી જતા કેટલાય ભકતજનો ડાકોરના માર્ગો તરફ પ્રયાણ કરી ચુકયા છે. આ યાત્રાળુઓને માર્ગમાં કોઇ પણ પ્રકારની મુશકેલી ના પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા તેમજ કેટલીય સેવાભાવી સંસ્થાઓ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યુ છે જેમાં તેઓને જમવા, નાસ્તા અને નાહવા માટેની તેમજ વિશ્રામ કેમ્પો પણ ઉભા કરવામાં આવ્યા છે. મહેમદાવાદના રાસ્કા, કનીજ, આમસરણ, ખાત્રજ ચોકડી, સિંહુજ ચોકડી અને મહુધા ટી પોઈન્ટ થઈને જતા માર્ગો પર ધોળી ધજા સાથે ભક્તોની ભીડ વધી રહી છે. અમદાવાદ તરફથી સૌથી વધુ શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. હાથીજણ સર્કલથી ડાકોર સુધીના ૬૨ કિલોમીટરના માર્ગ પર ભક્તોનો વિશેષ ધસારો છે.
માર્ગ પર આવતા ગામોના લોકો અને સામાજિક સંસ્થાઓએ સેવા કેમ્પો શરૃ કર્યા છે. સેવા કેમ્પોમાં ભોજન, ચા-નાસ્તો અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
વસ્ત્રાલના એક યુવા ભક્તે જણાવ્યું કે તેઓ પ્રથમ વખત પદયાત્રા કરી રહ્યા છે. રસ્તામાં સેવાભાવી લોકો ૨૪ કલાક મદદ માટે હાજર છે.
આ, કોફી, પાણી, છાસ, નાસ્તો, ભોજન સહિત આરોગ્ય સેવાઓ સહિત વિગેરેના સેવા કેન્દ્રોનો સમાવેશ થાય છે.
(10:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
