<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

દાંડીયાત્રા દિવસ નિમિત્તે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ રાજપીપળા દ્વારા પદયાત્રા યોજાઈ

( ભરત શાહ દ્વારા )નર્મદા: ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, રાજપીપલા ખાતે  દાંડીયાત્રા દિવસ નિમિતે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ રાજપીપળા થી ગાંધી ચોક રાજપીપળા સુધી પદયાત્રા યોજવામાં આવી હતી.આ પદયાત્રામાં સંસ્થાનાં બાળકો સાથે  કૃણાલભાઈ વાધેલા, જીલ્લા બાળ સુરક્ષા અધિકારી, નર્મદા.  લોપાબેન વ્યાસ પી.ઓ. સંસ્થાકીય સંભાળ DCPU નર્મદા. સંસ્થાનાં અધિક્ષક નિલેષભાઈ વસાવા તેમજ કર્મચારીગણ જોડાયા હતા.  

     આ  કાર્યક્રમમાં  સંસ્થા ખાતે બાળકોને દાંડીયાત્રા દિવસ અંગે ઓડિયો-વિડીયો ના માધ્યમથી ઈતિહાસ અંગે જાણકારી આપવામાં આવી હતી ત્યારબાદ સંસ્થાના બાળકો અને ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓએ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ રાજપીપળા ખાતેથી ૧.૬ કીમીની પદયાત્રા કરી ગાંધી ચોક રાજપીપળા ખાતે ગાંધી સ્મારકને સુતરની આંટી પહેરાવી પુષ્પ અર્પણ કરી પૂ.મહાત્માગાંધી દ્વારા  કરવામાં આવેલા ૧૨મી માર્ચ ૧૯૩૦ નાં દિવસે  ૭૮ સાથીદારો સાથે મીઠાનાં કાનૂન ભંગ માટે સવિનય કાનુન ભંગની ચળવળ શરૂ કરી હતી જેને આજે ૯૫ વર્ષ  પૂર્ણ થયા છે તે ઐતિહાસિક પ્રસંગને વાગોળી ગાંધીજી દ્વારા કરવામાં આવેલા કાર્યોને સંસ્થાના બાળકો જાણે સમજે તેમજ સત્ય અને અહિંસાનાં પાઠ પોતાના જીવનમાં ઉતારે  તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

(10:13 PM IST)