<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

વારાસિયા પોલીસ સ્ટેશનના પીએસઓની હેડ ક્વાર્ટર બદલી

સરકારી ટેબલેટમાં ક્રિકેટની મજા માણતા હતાઃસરકારી કામ માટે આપવામાં આવેલા ટેબલેટમાં અન્ય સહ કર્મચારીઓ સાથે બેસીને જોઈ રહ્યા હતા

વારાસિયા,તા.૧૨

ભારત અને ન્યૂઝીલેન્ડની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ સરકારી ટેબલેટમાં જોઈ રહેલા વારસિયા પોલીસ સ્ટેશનના પીએસઓની તાત્કાલિક અસરથી હેડ ક્વાટર ખાતે બદલી કરી દેવામાં આવી છે. તાજેતરમાં જ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટ્રોફીની ફાઇનલ મેચ યોજાઈ હતી. જેમાં સમગ્ર દેશમાં ફાઇનલ મેચ હોવાથી ટી.વી, મોબાઈલ, ટેબલેટ અને લેપટોપ ઉપરાંત ઘણા ક્રિકેટ રશિયાએ તો જાહેરમાં ટીવી પડદો લગાવી મેચની મજા માણી હતી. ત્યારે વડોદરા પોલીસ વિભાગના કર્મચારીઓ પણ બાકાત નથી. વડોદરા શહેરના વારસિયા પોલીસ સ્ટેશનમાં પીએસઓ પણ સરકારી કામ માટે આપવામાં આવેલા ટેબલેટમાં અન્ય સહ કર્મચારીઓ સાથે બેસીને જોઈ રહ્યા હતા. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતા પોલીસ સ્ટેશનના પીએસઓની તાત્કાલિક અસરથી પોલીસ કમિશનર દ્વારા બદલી કરીને હેડકવાટર ખાતે મોકલી દેવામાં આવ્યા છે.

 

(10:31 PM IST)