<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખને સીએમની વિશેષ ભેટ

(ભરત શાહ દ્વારા ) નર્મદા :મુખ્યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યના દરેક મહિલા ધારાસભ્યોને પોતાના વિસ્તારમાં રોડ-રસ્તાના વિવિધ કામો માટે 2025-26 ના વર્ષ માટેની નિયમિત ગ્રાન્‍ટ ઉપરાંત 2 કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્‍ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે તથા 'કેચ ધ રેઇન' અભિયાન અંતર્ગત 50 લાખ રૂપિયાની મંજૂરી આપી છે. જેમાં નર્મદા જિલ્લાના નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખને પણ આ વધારાની ગ્રાન્ટ નો લાભ મળશે અને આ બે કરોડની વધારાની ગ્રાન્ટ માંથી ધારાસભ્ય વિકાસના કામો કરશે.આ નિર્ણય બદલ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે મુખ્યમંત્રીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

(10:41 PM IST)