<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

અલીરાજપુરથી સુરત જતી બસમાંથી રૂ.૯૫,૬૮૦નો અંગ્રેજી દારૂ ઝડપી પાડતી નર્મદા એલસીબી

અલીરાજપુરથી સુરત જઈ રહેલી સુરત ડેપોની એસટી બસમાં મુસાફર પાસેથી દારૂના જથ્થો મળી આવ્યો જેમાં એક સગીર બાળક પણ સંડોવાયેલો છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ફૂલવાડી ગામ પાસેથી નર્મદા એલસીબી ટીમે એસટી બસમાંથી અંગ્રેજી દારૂનો મુદામાલ ઝડપી ગુનો દાખલ કર્યો છે

   પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબી નર્મદાને મળેલી બાતમીના આધારે એલસીબી ટીમ ફૂલવાડી ગામ પાસે વોચમાં હતી ત્યારે સુરત ડેપો ની એસટી બસ નં.GJ-18-Z-8314 ને અટકાવી અંદર તપાસ કરતા અંદર બેઠેલા. મુસાફરો માં (૧) પ્રવિણ દીલીપ સાસ્તીયા ( રહે. ઉમરાલી, પટેલ ફળીયુ તા. સોંઢવા જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) તથા (૨) કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર (રહે.ઘોઘલપુર પોસ્ટ ઉમરાલી તા.સોંઢવાજી.અલીરાજપુર ( મધ્યપ્રદેશ) નાઓએ અલીરાજપુર થી સુરત જતી એસટી બસમાં મિણીયા કોથળા તથા થેલામાં લાકડાના ભુસાની આડમાં વ્હિસ્કીના પ્લાસ્ટિકના ક્વાટરીયા નંગ-૧૮૨ કિમત રૂપિયા ૪૩, ૬૮૦- તથા વ્હિસ્કીના ૧૮૦ મી.લી.ના પ્લાસ્ટીકના કવાટરીયા નંગ-૨૮૦ કિમત રૂપિયા ૪૨,૦૦૦/- તથા અંગઝડ તીમાંથી મળી આવેલ મોબાઇલ નંગ-૦૨ કિમત રૂપિયા ૧૦,૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૯૫,૬૮૦ ના પ્રોહી. મુદ્દા માલ સાથે બંને ને ઝડપી લીધા હતા જ્યારે (૩) પંકજ નામનો વ્યક્તિ( રહે.ઉમરાલી તા. સોંઢવા જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) તથા (૪) વિજય ચૌહાણ નામનો વ્યક્તિ,(રહે.ઉતવાલી તા.સોંઢવાજી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) નાઓ પાસેથી લઇ આવી (૫) મુકેશ ચૌહાણ  (મુળ રહે. ઉતવાલી તા. સોંઢવા જી. અલીરાજપુર (મધ્યપ્રદેશ) હાલ રહે.કાપોદ્રા, સુરતને આપવા જતા પકડાઇ જતા એલસીબી એ કુલ પાંચ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ અર્થે રાજપીપળા પોલીસને સોંપવામાં આવ્યા છે

(10:42 PM IST)