<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

તરોપા ગામ પાસે બાઇક સાથે ટેમ્પો અથાડતા બાઇક ચાલક નું સારવાર દરમિયાન મોત

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લા નાંદોદ તાલુકા ના તરોપા ગામ નજીક બાઇક સાથે ટેમ્પોનો અકસ્માત થતા બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું

   મળતી વિગતો અનુસર યોગેશભાઇ બચુભાઇ વસાવા (રહે. મલાવ તા.નાંદોદ જી.નર્મદા) ના બનેવી મરનાર પોતાની હોન્ડા સાઇન મો.સા. રજી. નંબર GJ-22-R-8237 ની લઇને મલાવ ગામથી આમલેથા ગામે જતા હતા. તે દરમ્યાન શેહજાદ ફિરોજખાન પઠાણ (રહે. શખવાડ. નવીનગરી તા.જી.ભરૂચ) નાઓએ પોતાના કબજાનો ટેમ્પો નંબર GJ-16-AW-1324 રાજપીપલા તરફથી હાઇવે રોડ ઉપર પૂરઝડપે હંકારી લાવી તરોપા ગામે પ્રાથમીક શાળાની સામે ચાર રસ્તા પાસે મરનારની મો.સા. ને ટક્કર મારી અકસ્માત કરતા ગંભીર ઇજા પહોંચાડી SSG હોસ્પિટલ વડોદરા ખાતે સારવાર દરમ્યાન મોત થતા આમલેથા પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:42 PM IST)